PNB ફ્રોડ મામલે કોંગ્રેસે શુક્રવારે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યાં હતા. પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નીરવ મોદી અને મેહુલ ચોકસીને આપેલાં LoUથી માત્ર 11,400 કરોડ રૂપિયાનું નુકસાન નથી થયું પરંતુ આ ફ્રોડ હકિકતમાં 30,000કરોડથી વધુ છે. આ સાથે જ સુરજેવાલાએ સરકાર પર આરોપ લગાવ્યો કે, PMO, ED, ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ, કોર્પોરેટ ઓફિસ, મિનિસ્ટ્રીની પાસે 7 મે, 2015થી જ આ સ્કેમની પૂરી જાણકારી હતી. તેમ છતાં 31 જાન્યુઆરી, 2017 સુધી સ્કેમ કરનારાઓ વિરૂદ્ધ કોઈ એકશન ન લેવાયા. તો કોંગ્રેસના આક્ષેપ પર પ્રતિઆક્ષેપ કરતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ કૌભાંડ UPA વખતનું છે તેમ જણાવ્યું. સાથે જ આ બેંકનું કૌભાંડ છે સરકારનું નહીં તેમ કહ્યું હતું. તો બીજી બાજુ અલ્હાબાદ બેંકના પૂર્વ ડાયરેકટર દિનેશ દુબેએ જણાવ્યું કે ગીતાંજલિ જેમ્સને લોન દેવા માટે મારા પર દબાણ બનાવાયું હતું.

download 3

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.