બે દિવસીય પ્રવાસ પર ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વુહાનમાં છે. મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન હુબેઈ મ્યુઝિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતીની સાથે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે મીટિંગ યોજાઈ. જેમાં બંને દેશોના પ્રતિનિધિ પણ સામેલ થફા. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા.
PM મોદીએ યાદ કર્યા જૂના દિવસો
#WATCH ‘When I was CM of Gujarat, I had the opportunity to visit this province. I had heard a lot about the Three Gorges Dam. The speed with which you constructed it and the scale inspired me. So I came on a study tour, spent a day at the dam’: PM Modi to President Xi Jinping pic.twitter.com/zLMkRrR9kO
— ANI (@ANI) April 27, 2018
શી જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાના જૂના દિવસો પણ યાદ કર્યા.તેઓએ કહ્યું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને વુહાન આવવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું મેં અહીંના ડેમ વિશે ઘણું સાંભળ્યું હતું. હું એક સ્ટડી ટુર પર આવ્યો અને ડેમ પર એક દિવસ રોકાયો.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ચીન અને ભારતની સંસ્કૃતિ નદી કિનારા પર આધારિત રહી છે. જો આપણે મોહનજોદડો અને હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ, તો તમામ વિકાસ નદી કિનારે જ થયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com