આવતીકાલે સન્માન સમારોહમાં સ્વયંસેવકોને ફૂલડે વધાવાશે
જસદણના આટકોટમાં નહી નફો અને નહી નુકશાનના ધોરણે ચાલતી કેડી પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગત તા.28 મે 2022 અને શનિવારના રોજ આવેલ ત્યારે અઢી લાખ જેટલી જનમેદની ઉમટી પડી હતી, જેની વ્યવસ્થા ગોઠવવામાં હજ્જારો સ્વયંસેવકોએ રાત દિવસ મહેનત કરી હતી.
આ અંગે તમામ સેવકોનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કાર્યક્રમ ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને જસદણ વીંછિયા પંથકમાં ભાજપનાં પ્રથમ ધારાસભ્ય બની અબજો રૂપિયાના વિકાસના કામો કરનારા ડો. ભરતભાઈ બોઘરા દ્વારા કરવામાં આવશે. વર્ષો પછી સૌરાષ્ટ્રના લોકોને એક છત હેઠળ તમામ પ્રકારની સુવિધા ધરાવતું એક આરોગ્યધામ મળ્યું છે.
તેમનો સઘળો જશ ડો. ભરતભાઈ બોઘરાને મળે છે ખાસ કરીને આ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન મોદીજી કરવાનાં હતા ત્યારથી હજ્જારો સ્વયંસેવક કામે વળગી લોકાર્પણ પહેલાં એક મહીનો અગાઉ રાત-દિવસ કામ કરવા મંડી પડ્યા હતા, એમાં મોટાં ભાગના એવાં કાર્યકરો હતાં કે એમણે સખત તાપમાં તન, મન, ધન થી કામ કર્યું હતું, આવા સ્વયંસેવકોની ખાસ નોંધ લઈ કાલે બુધવારે સન્માનિત કરવામાં આવશે.