વડાપ્રધાન નરેન્દ્રમોદીએ લખેલી આ કવિતા વાંચો, જે તમને વર્ષ 2021માં કંઈક કરી ગુજરવા માટે ઉત્સાહિત કરી દેશે !!
વર્ષ ૨૦૨૦એ વિદાય લઈ લીધી છે તેની સાથે જ નવા વર્ષના વધામણાં થઈ ગયા છે. વર્ષ 2020 કોરોનાકાળના લીધે સંઘર્ષમય રહ્યું તેમ છતાં આપણને ઘણું બધું શીખવી ગયું. આમ જોઈએ તો ક્યારેય કોઈ વર્ષને સારું કે નરશું ન કહી શકીએ કારણ કે કોઈ એક વસ્તુ કે ઘટના પર થી સમગ્ર વર્ષને ખરાબ ન ગણી શકાય. 2020માં ઘણી ઘટનાઓ ઘટી જેમાંથી શીખ મેળવી આપણે ૨૦૨૧નું સ્વાગત આજે ઉત્સાહભેર કર્યું છે. ત્યારે વર્ષ ૨૦૨૧ની વધામણી કરતા પ્રધામંત્રી નરેન્દ્રમોદીએ હિન્દીમાં એક કવિતા લખી છે. જેના પરથી આપણને પીએમ સ્પષ્ટ સંદેશો આપે છે કે જે પણ કંઈ થયું એમાંથી શીખ લઈ સતત આગળ વધવું જોઈએ. નવા વર્ષની સાથે નવો સંકલ્પ કરી હજુ, સૂરજ ઉગ્યો જ છે ને હજુ નવી સવાર થઈ જ છે તેમ માની નવી શરૂઆત કરવી જોઈએ. દરેક મુશ્કેલીને પાર કરી અંધારું દૂર કરી રોશનીનો દિપક પ્રગટાવવો જૉઈએ.
*પીએમની પોએમ*
आसमान में सिर उठाकर,घने बादलों को चीरकर
रोशनी का संकल्प लें,अभी तो सूरज उगा है।
दृढ़ निश्चय के साथ चलकर, हर मुश्किल को पार कर
घोर अंधेरे को मिटाने, अभी तो सूरज उगा है।
विश्वास की लौं जलाकर, विकास का दीपक लेकर
सपनो को साकार करने,अभी तो सूरज उगा है।
न अपना न पराया,न तेरा न मेरा
सबका तेज बनकर, अभी तो सूरज उगा है।
आग को समेटते,प्रकाश को बिखेरता
चलता और चलता,अभी तो सूरज उगा है।