આગામી 2019ની સામાન્ય ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રાલયોને છેલ્લા 4 વર્ષ દરમિયાન રોજગારી પેદા થઇ તેને લગતા આંકડા તૈયાર કરવા જણાવ્યું છે. વિવિધ મંત્રાલયોને સૂચના આપવામાં આવી છે કે તેમણે કરેલા પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોની વિગતો તૈયાર કરે અને તેમાંથી કેટલી રોજગારીનું નિર્માણ થયું તેના આંકડા આપે એવું આ અંગે જાણતા એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.
બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, તેમને વિવિધ પ્રોગ્રામ્સની જીડીપી પર કેટલી અસર થઇ તેની ગણતરી પણ આપવા જણાવ્યું છે.માહિતી આપનારે નિયમોને ટાંકીને પોતાની ઓળખ જાહેર નહિ કરવાનો આગ્રહ કર્યો છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા જગદીશ ઠક્કરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમણે કોલનો જવાબ ન આપ્યો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com