સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના સમીર શાહે લખ્યો પત્ર
પુલવામાં થયેલા આતંકી હુમલા તેમજ કેટલીક ગંભીર ભુલોને લીધે પાકિસ્તાને સખત પગલા લેવા માટે ફરજ પડી છે. ત્યારે બન્ને દેશી ભાગીદાર યુદ્ધ માટે તૈયાર છે. પરંતુ કોઈ ઉતાવળિયું પગલું લઈને લાંબાગાળાની કડવી અસર વિશે વિચારવું જોઈએ એ પણ વાસ્તવિકતા છે કે કોઈ પણ દેશ લડાઈ દ્વારા તેના પાડોશી દેશને બદલી શકતુ નથી તેથી બન્ને દેશોએ મુળભૂત સંબંધો સુધારવા માટે પ્રયાસો કરવા જોઈએ. ઈતિહાસમાં ઘણા એવા ઉદાહરણો છે કે ઘણા બધા દેશો સદીઓથી એકબીજાના પરંપરાગત દુશ્મનો હતા પરંતુ તેઓ વિવિધ પ્રયાસો અને તર્કસંગત વિચારસરણી દ્વારા મિત્રો તરીકે સ્થાયી થયા છે. આપણે વધુ સારા રાજકીય, સામાજિક તેમજ ભાવનાત્મક સંબંધોને સુધારવા માટે પ્રયત્નો કરવાનું શરૂ કરવું જોઈએ. ક્રિકેટ બન્ને દેશોમાં ખૂબ પ્રિય રમત છે. ત્યારે જો ભારત પાકિસ્તાનના ખેલાડીઓ સંયુકત ટીમ બનીને વિશ્વ વિરુધ્ધ રમે તો તેના દ્વારા વાતાવરણમાં રાજકીય સ્તરે સંવાદ માટે હકારાત્મક વાતાવરણ ઉભુ થશે. વિકાસ માટે વિશાળ ક્ષમતા અને અવકાશ ધરાવતા બન્ને દેશો વચ્ચે જો શાંતિ પ્રવર્તે તેમજ હકારાત્મક વાતાવરણ બની રહે તો બન્ને દેશો અજાયબીઓ કરવા માટે સક્ષમ છે.
બન્ને પક્ષોના મોટાભાગના નાગરિકો સારા સંબંધ રાખવા આતુર છે. પરંતુ કેટલાક દળોને તંદુરસ્ત સંબંધોને મંજૂરી આપતા નથી. આપણે જાણીએ છીએ કે પાડોશી દેશ યુદ્ધ તેમજ વિક્ષેપકારક નીતિ ચાલુ રાખવા સક્ષમ નથી ત્યારે હોકી, સંયુકત મ્યુઝિકલ કોન્સર્ટસ તેમજ બન્ને સરકારો, બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હકારાત્મક અભિગમ સાથેની તપાસ કરવા અને સંબંધો સુધારવા સમીર શાહ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રાલય મંત્રી રાજનાથસિંહ, હર્ષવર્ધનસિંહ, વિનોદ રાય તેમજ પાકિસ્તાન કંટ્રોલરૂમના ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.