વડાપ્રધાનના નિર્ણયને આવકારતા મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો.ધનસુખ ભંડેરી

આઝાદીના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ વય ધરાવતા દેશના નાગરિકોને કોરોના સામેની રસીનો ત્રીજો બુસ્ટર ડોઝ વિનામૂલ્યે આપવાના કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયને ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. ધનસુખ ભંડેરીએ આવકારીને આ નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડો. ભંડેરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીજીના આ નિર્ણયથી કોરોના સામેની ભારતની લડાઈને વધુ મજબૂતી મળશે. ડો. ધનસુખ ભંડેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામે દેશના નાગરિકોને ત્રીજો બુસ્ટર ડોઝ મફત આપવાનો પ્રધાનમંત્રી મોદીજીનો નિર્ણય સ્વાભાવિક રીતે જ સમગ્ર દેશ માટે આશીર્વાદરૂપ બની રહેશે. આ નિર્ણય પ્રધાનમંત્રી  દીર્ઘદ્રષ્ટિનો અંદાજ આપે છે.ઉલ્લેખનીય છે કે, 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે આવતીકાલ 15 જુલાઈથી બુસ્ટર ડોઝ મૂકવાનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જે સમગ્ર દેશમાં 75 દિવસ સુધી ચાલશે. ડો. ભંડેરીએ નિવેદનમાં આંકડાકીય વિગતો રજૂ કરતા ઉમેર્યું હતું કે, દેશમાં 18 વર્ષથી વધુ વયના 77 કરોડ જેટલા નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાનો થાય છે. વાસ્તવમાં આ પૈકી અત્યાર સુધીમાં માત્ર એક ટકા લોકોએ પણ બુસ્ટર ડોઝ લીધો નથી ત્યારે વડાપ્રધાનના આ નિર્ણયથી દેશ કોરોના મુક્ત બનવા તરફ ઝડપભેર પ્રયાણ કરશે.ડો.ધનસુખ ભંડેરીએ નિર્દેશ કર્યો હતો કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કોરોનાના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેના સમયગાળામાં પણ ઘટાડો કર્યો છે.

આ પૂર્વે બીજો ડોઝ લીધા બાદ નવ માસના સમયગાળા પછી ત્રીજો લેવાનો નિયમ હતો. તાજેતરમાં જ આ સમયગાળો ઘટાડીને છ માસનો કરવામાં આવ્યો છે. તેથી કોરોના રસીનો બીજો ડોઝ લીધા બાદ લોકો છ માસ પછી ત્રીજો ડોઝ લઈ શકશે.સમગ્ર વિશ્વ હજુ પણ કોરોનાની ભયાવહ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે એક માત્ર ભારત જ ડાયનેમિક નેતૃત્વ ધરાવતા વડાપ્રધાન મોદીજીના એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે કોરોનાને મારી હટાવવા માટે સક્ષમ બન્યું છે, તેમ નિવેદનના અંતે ડો.ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.