૩૭૦ મેડિકલ કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાશે

આગામી ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસ છે ગુજરાતના સપુતના જન્મ દિનની ઉજવણી પ્રદેશ ભાજપ દ્વારા સેવા સપ્તાહ તરીકે કરવામાં આવશે જેનો આજથી આરંભ થઇ ગયો છે. આગામી એક સપ્તાહ સુધી રાજયમાં ૩૭૦ મેડીકલ કેમ્પ, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોની ઉજવણી કરાશે.

ભાજપ પ્રદેશ અઘ્યક્ષ જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે નર્મદાએ ગુજરાતની સમૃઘ્ધિનો દ્વાર છે ત્યારે માઁ નર્મદાના વધામણા માટે ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા યોજનાર ઉજવણી કાયક્રમોમાં ભાજપાનો દરેક કાર્યકર્તા સરકાર અને સમાજ વચ્ચે એક કડી બની આ ઉત્સવના કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા સહભાગી બને તે અંગે શ્રી વાધાણીએ માર્ગદર્શન આપ્યું હતું.

સંગઠન પર્વ સદસ્યતા વૃઘ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપામાં નવા ૪૬ લાખ કરતા પણ વધુ નવા સદસ્યોનો ઉમેરો થયો છે. અને રાજયના સંગઠનને વધુ મજબુતી મળી છે. જે ગુજરાત ભાજપાના તમામ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ અને પુરુષાર્થને કારણે શકય બન્યું છે. તે બદલ હું તમામ કાર્યકર્તાઓને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આગામી વિધાનસભા પેટા ચુંટણી સંદભે પ્રદેશ અઘ્યક્ષીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી રાજનીતિ અને પ્રજાલક્ષી નિર્ણયો લેવાના કારણે લોકમાનસમાં ભાજપા સવી સ્વીકૃત પામીરહ્યું છે. જયારે કોંગ્રેસ તેની નકારાત્મક માનસીકતા અને રાષ્ટ્રવિરોધી નિવેદનોને કારણે પ્રજામાં સ્વીકૃતિ મેળવવામાં સતત નિષ્ફળ રહી છે.

ભાજપા દ્વારા ૧૪ થી ર૦ સપ્ટેમ્બર દરમ્યાન સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત યોજનાર ૩૭૦ મેડીકલ કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોમાં જનતાને સહભાગી બનાવી જનભાગીદારી સાથે વધુ અસરકાર રીતે પૂર્ણ કરવા સૌને સુચન કર્યુ હતું તેમજ સંગઠન  સરચના અંતર્ગત બુથ સમીતીની રચના વિષયમાં ઉ૫સ્થિત હોદેદારોને જરુરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.