NEET-PG પરીક્ષા 2021: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના મહામારીને નાથવા અને તબીબી કર્મચારીઓની સંખ્યા વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. PMO કાર્યાલયના જણાવ્યા અનુસાર, NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવામાં આવશે.


વડા પ્રધાન મોદીના નિર્ણય મુજબ, MBBSના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સામાન્ય કોવિડ લક્ષણ ધરાવતા દર્દીઓની દેખરેખ કરશે. BSC(નર્સિંગ)/ GNMમાં પાસ થયેલી નર્સો સિનિયર ડોકટરોની દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર માટે ફરજ બજાવશે.

આ સાથે, Covid-19 ફરજના 100 દિવસ પૂરા કરનાર મેડિકલ સ્ટાફને આગામી સરકારી નોકરીની ભરતીમાં અગ્રતા આપવામાં આવશે. આ સાથે, Covid મેનેજમેન્ટના વરિષ્ઠ ડોકટરોની દેખરેખ હેઠળ મેડિકલ ઇન્ટર્નને ટ્રેનિંગ હેઠળ રાખવામાં આવશે. આ સાથે વડા પ્રધાન કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન દ્વારા કોરોનામાં ફરજ બજાવતા 100 દિવસ પૂરા કરનાર કર્મચારીઓને વડા પ્રધાન કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.