આગામી તા. 17ને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સરોવર યોજના પોતાના જન્મ દિવસે જ રાષ્ટ્રને સમર્પણ કરવા આવી રહ્યાં છે, ત્યારે વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નર્મદા ડેમ પર 30 દરવાજા લાગી ગયા બાદ ડેમની સપાટી હાલ 128 મીટર ઉપર જઇ રહી છે. રવિવારે ગુજરાતના આંગણે પ્રારંભ થશે છે. 1961 માં ખાતમુહૂર્ત થયાંના 56 વર્ષ બાદ રવિવારે સરદાર સરોવર બંધનું લોકાર્પણ થશે. આ નિમિત્તે બંધને સંખ્યાબંધ લાઇટોથી શણગારવામાં આવ્યો છે. ગુજરાતની વર્ષોની મહેનત, સંઘર્ષનું આખરે સુખદ પરિણામ મળ્યું છે.વડાપ્રધાન ડેમના લોકાર્પણ કરવા આવે તે પુર્વે સમગ્ર ડેમ સાઇટને રંગરોગાન અને રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિને પણ રોશની કરાઇ હતી.

નર્મદા બંધની 56 વર્ષની સફર

>> 1961: ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
>> 1987: બંધનું બાંધકામ શરૂ કરાયું
>> 2002: પાણીસૌરાષ્ટ્ર સુધી પહોચ્યું
>> 2014: 138.68મીટર ઊંચાઈ મંજૂર
>> 2017: રૂપાણીનાહસ્તે ગેટ બંધ કરાયા

નર્મદા બંધ ને કદાચ 10 થી 15 મિનિટ ઓવરફ્લો થતો જોવા મળી શકે તેમ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સાધુ સંતોની સાથે નર્મદા મૈયાની પૂજા કરશે તે દિવસે નર્મદા બંધ ની સપાટી 130 મીટર પાર કરી ગઈ હશે હાલ બંધના ઉપરવાસમાંથી 76,202 ક્યુસેક પાણી ની આવક છે એટલે એક દિવસમાં 0.65 થી 0.70 મીટર જેટલી સપાટી વધે છે. એટલે 121.92 મીટર થી 10 મીટર સપાટી ઉંચી હશે અને આ દિવસે 30 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે પાવરહાઉસો બંધ રાખીને સપાટી ઉંચી કરવામાં આવી છે જોકે વધુ વીજઉત્પાદન માટે પણ ઉંચી જળ સપાટી જોઈએ પણ હાલ નર્મદા બંધ ના દરવાજા ખોલવા કે નહિ જે અંગે આધિકારીઓ માં બેઠકો શરૂ થઈ ગઈ છે. નર્મદા માં પાણી છોડતા નર્મદા મૈયા ખળખળ વહેતી થશે.કેવડીયામાં પીએમની સુરક્ષા માટે 2500  જવાનો તૈનાત કરાશે, નર્મદા યોજનાનું કામ પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ ને રાષ્ટ્રને અર્પણ કરશે. તેમના કાર્યક્રમને અનુલક્ષી નર્મદા ડેમ તથા આજુબાજુના વિસ્તારને અભેદ કિલ્લામાં ફેરવી દેવાયો છે. 2,500  થી વધારે જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાર્યક્રમમાં કેન્દ્રીય જળસંપતિ મંત્રી  નિતિન ગડકરી , નર્મદા યોજનાના સહ ભાગીદાર રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. નર્મદા ડેમ રાષ્ટ્રીય સંપત્તિની વ્યાખ્યામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.