કર્ણાટક ચૂંટણીથી જ 2019માં લોકોનો મૂડ કેવો રહેશે તે જાણવામાં મદદ મળી રહેશે.કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણી સર કરવા માટે ભાજપ હવે પોતાના સૌથી લોકપ્રિય ચેહરાને ઉતારવા જઈ રહી છે. કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદી મંગળવારથી ચૂંટણી પ્રચારમાં જંપલાવી રહ્યાં છે. કોંગ્રેસને સત્તાથી ઉખેડી ફેંકવા અને રાજ્યમાં એક વખત ફરી કમળને ખીલાવવા માટે PM મોદી 15થી વધુ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તો અમિત શાહ 30 અને યુપીના CM યોગી આદિત્યનાથ 20 રેલીઓ કરશે.

10 દિવસમાં 15 રેલી સંબોધિત કરશે PM મોદી

– વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. મોદી જૂનાં મૈસુરમાં આવતા ચમરાજનગર જિલ્લાથી ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફુંકશે.
– પીએમ મોદી ચમરાજનગર જિલ્લાની ચૂંટણી રેલીને સંબોધિત કર્યાં બાદ તટીય કર્ણાટક ક્ષેત્રમાં ઉડ્ડપી જશે. જ્યાં તેઓ કૃષ્ણ મઠ જઈને પેજવાર સીર પાસે જઈને આર્શિવાદ લેશે.
– ઉડ્ડપીની જનસભાને સંબોધિત કર્યાં બાદ પીએમ મોદી ઉત્તર કર્ણાટકના બેલગાવી જશે. ઉત્તર કર્ણાટક ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. મોદી બેલગાવીમાં એક મોટી રેલીને સંબોધિત કરશે.
– ભાજપના સૌથી મોટા કેમ્પેનર મોદી કોઈપણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં સૌથી અંતમાં પાર્ટીના પક્ષમાં માહોલ બનાવવા અને ચૂંટણીનું પરિણામ પોતાના તરફ કરવા માટે જાણીતા છે.
– છેલ્લા બે અઠવાડીયામાં ભાજપને મોદી મેજીકની આશા છે. આ ચૂંટણીને આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલાં મહત્વની માનવામાં આવે છે, કેમકે અહીંથી જ 2019નો મૂડ નક્કી થવાની સંભાવના છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.