સત્તાધાર, નરોડા અને વાડજ એમ ત્રણ બ્રિજનું ખાતમુર્હત કરશે. અને ઔડા દ્વારા બનાવેલ મુમતપુરા બ્રિજનું પણ લોકાર્પણ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ એક દિવસીય મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. આ અધિવેશન સાથે રાજય સરકારના કેટલાક પ્રકલ્પોના ઉદ્ઘાટનમાં તેઓ ભાગ લે તેવી સંભાવના છે.
ગુજરાતની મુલાકાત દરમિયાન સંગઠનના નેતાઓ સાથે મળવાની સંભાવના ઓછી છે, આમ છતાં હજુ સુધી વડાપ્રધાન મોદીના સંપૂર્ણ કાર્યક્રમની વિગતો અંગે હજુ ગુજરાત સરકારને માહિતી આપવામાં આવી નથી. હાલ રાજ્ય સરકાર વડાપ્રધાન કાર્યાલય સાથે આ અંગે સંપર્કમાં છે.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન આગામી 12 મે નાં રોજ ગુજરાત મુલાકાતે આવશે ત્યારે વડાપ્રધાન અમદાવાદ મનપા અને ઔડાના 1400 કરોડના વિકાસનાં કામોનું ઇ લોકાર્પણ કરશે. તેમજ સત્તાધાર, નરોડા અને વાડજ એમ ત્રણ બ્રિજનું ખાતમુર્હત કરશે. અને ઔડા દ્વારા બનાવેલ મુમતપુરા બ્રિજનું પણ લોકાર્પણ કરશે. તેમજ અન્ય વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ થશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યક્રમની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પ્રાથમિક શિક્ષક સંઘનાં અધિવેશનની પણ શરૂઆત કરાવશે.