ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.તેમની સાથે ઉત્તર પ્રદેશ ના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર પરિસર ની મુલાકાત માં જોડાયા છે. જેમાં તેઓ સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી અને મ્યુઝિયમ સહિતના તમામ આકર્ષણો નિહાળ્યા છે. આ મુલાકાત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહ્યા હતા.
આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ઉદ્યોગપતિઓ તથા સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબને શ્રધ્ધાસૂમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.