નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે. વડાપ્રધાન પહેલા બંગાળના શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સામેલ થશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ આ કાર્યક્રમ માટે ભારત આવી રહ્યા છે. અહીંયા મોદી તેમની આગેવાની કરશે. પછી બંને નેતા બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ ભારત-બાંગ્લાદેશના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. ત્યારબાદ મોદી ઝારખંડમાં આશરે 27 હજાર કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરશે.
PM Narendra Modi arrives in Kolkata, received by Governor Keshari Nath Tripathi and Union Minister Babul Supriyo. PM will attend the convocation of Visva Bharati University in Shanti Niketan pic.twitter.com/EiOCNdank1
— ANI (@ANI) May 25, 2018
નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે 37 દિવસોમાં આ બીજી મુલાકાત હશે. આ પહેલા બંને નેતાઓ વચ્ચે 18 એપ્રિલનૈા રોજ કોમનવેલ્થ સમિટ દરમિયાન લંડનમાં દ્વિપક્ષીય વાતચીત થઇ હતી.વડાપ્રધાન શેખ હસીના શુક્રવાર અને શનિવાર માટે ભારતના પ્રવાસે આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દરમિયાન તેઓ રોહિંગ્યા મુદ્દે અને નદીજળ કરારને લઇને નેતાઓ સાથે વાત કરશે.
વડાપ્રધાન સૌથી પહેલા દિલ્હીથી કોલકાતા પહોંચશે. શાંતિ નિકેતનમાં કાર્યક્રમ પછી હેલિકોપ્ટર મારફતે બપોરે 3.20 વાગે સિંદરીના બલિયાપુર એરપોર્ટ પહોંચશે અને 10 મિનિટ પછી સભાસ્થળ પરય ત્યારબાદ સાંજે 4.20 વાગે સભાને સંબોધિત કરશે. 5 વાગે રાંચી એરપોર્ટ પહોંચશે. એરપોર્ટના જૂના ટર્મિનલ પર રાજ્યના 19 પછાત જિલ્લાઓના કલેક્ટરો સાથે આશરે 6.20 વાગે મીટિંગ કરશે. આ દરમિયાન પીએમ રાંચી ગેસ પાઇપલાઇન યોજનાનો પણ શિલાન્યાસ કરશે. આશરે 7.30 વાગે એરફોર્સના વિશેષ વિમાનથી દિલ્હી જવા રવાના થઇ જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com