વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાને મંગળવારે પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને પોતાના જન્મદિવસની રિટર્ન ગિફ્ટ આપી. પીએમએ અહીંયા 557 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું.

આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પીએમ સાથે હાજર રહ્યા હતા. મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે આજે કાશીમાં લટકતા તાર નથી દેખાતા. આપણે કાશીને પૂર્વીય ભારતનું ગેટવે બનાવીશું. મોદીએ કહ્યું, વારાણસીમાં ‘પ્રયત્નસે પરિવર્તન’ નું અભિયાન સતત ચાલુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભોજપુરીમાં કરી. મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે “મારા જીવનના એક અન્ય વર્ષની શરૂઆત હું બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ સાથે કરી રહ્યો છું. PMએ કહ્યું કે વિકાસ ફક્ત હવે વારાણસીમાં જ નહીં, પરંતુ આસપાસના ક્ષેત્રોમાં પણ થઈ રહ્યો છે.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.