પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચ્ચિ-મેંગલુરૂ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરતી વેળાએ જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોચ્ચિ-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગેસ પાઈપલાઈને દેશને સમર્પિત કરી. ૪૫૦ કિલોમીટર લાંબી આ પાઈપલાઈનનું નિર્માણ ગેલ (ભારત)એ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનું પહેલું ઈગૠ સ્ટેશન વર્ષ ૧૯૯૨માં શરૂ થયું હતું. ૨૨ વર્ષમાં એટલે કે ૨૦૧૪ સુધીમાં દેશભરમાં ફક્ત ૯૦૦ CNG સ્ટેશન હતા.
છેલ્લા છ વર્ષમાં લગભગ ૧૫૦૦ નવા સીએનજી સ્ટેશન શરૂ કરાયા છે. સરકાર આ સંખ્યાને ૧૦ હજાર સુધી લઈ જવા માટે કામ કરી રહી છે.
કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચ્ચિ મેંગલુરુ ગેસ પાઈપલાઈનથી થનારા ૧૦ ફાયદાની જાણકારી આપી. તેમણે કહ્યું કે કહેવા માટે તો આ પાઈપ લાઈન છે, પરંતુ બંને રાજ્યોના વિકાસને ગતિ આપવામાં તેની મોટી ભૂમિકા રહેવાની છે.
આ પ્રોજેક્ટમાં અનેક અડચણો આવી, પરંતુ આપણા શ્રમિકો, એન્જિનિયરો, ખેડૂતો, અને રાજ્ય સરકારોના સહયોગથી આ કામ પૂરું થયું.