10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. 20,000 કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રાશિ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે. પીએમની સતત પ્રતિબદ્ધતા અને પાયાના સ્તરના ખેડૂતોને સશક્ત બનાવવાના સંકલ્પને દર્શાવે છે
પાયાના સ્તરના ખેડૂતોને સશક્ત બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને સંકલ્પને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ વિડિયો કોન્ફરન્સિંગથી નાણાકીય લાભનો 10મો હપ્તો જાહેર કરશે. આનાથી રૂ20000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ શકશે જે 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને સીધા બેન્ક ખાતામાં જમા થશે.
પીએમ-કિસાન યોજના હેઠળ, નાણાકીય લાભ થવા પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000/- આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ.2000/-ના ત્રણ સમાન ચાર-માસિક(દર ચાર મહિને) હપ્તામાં ચૂકવવાપાત્ર છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં રૂ1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રાશિ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.