વિવિધ તાલુકાઓમાં વિકાસ કાર્યોનો કરાયો પ્રારંભ
ગીર સોમનાથ જિલ્લામાં ભારતના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીદ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથીવર્ચ્યુઅલ માધ્યમથી અને કલ્પસર અને મત્સ્યદ્યોગ (સ્વતંત્ર હવાલો) મંત્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતીમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભીડીયા ટર્મિનલ ડિવીઝન ખાતે રુ.226.00કરોડનાં મત્સ્ય બંદર વિકાસ યોજનાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જુનાગઢ ખાતેના કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું તેમજ મત્સ્યદ્યોગ વિભાગનો વિકાસ દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ભારત દેશના વડાપ્રધાન આપણા ગુજરાતના પનોતા પુત્ર અને જેમને ભારત દેશ અને વિશ્વની અંદર યશસ્વી વડાપ્રધાન તરીકેની જેમણે ખેવના મેળવી છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ પધાર્યા છે. વડાપ્રધાન દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળમાં રુ.226.00 કરોડ સુત્રાપાડા રુ. 358.12 કરોડ અને માઢવાડ રુ . 250 કરોડના ખર્ચ ત્રણ હાર્બર બંદર બની રહ્યા છે તેનૂ ખાતમુહૂર્ત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મત્સ્યપાલન વિભાગને અલગ કરી અને નવી ઓળખ આપી છે આ તકે મંત્રી એ વધુ જણાવતા કહ્યુ હતુ કે, માછીમાર સમાજના વિવિધ પ્રશ્નો સમજી અને તેના ઉકેલ વહેલી તકે આવે તે માટે વિભાગ સતત પ્રયત્નશીલ છે.આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ માછીમાર સમાજની સતત ચિંતા કરી છે અને સાગર ખેડુતની ઓળખ આપી છે. માછીમાર સમાજનો વિકાસ થાય તે માટે વિવિધ યોજનાઓ થકી ડબલ એન્જિન સરકાર કાર્ય કરી રહી છે.સરકાર દ્વારા સબસીડી,વેટ સહીતના વિવિધ લાભો આપીને સાગર ખેડુતોનો વિકાસ કરવા સરકાર કટિબધ્ધ છે.
આ તકે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ રુ.226.0 કરોડ ખર્ચે હાર્બર બંદર બનવા જઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે આ બંદર બનવાથી વિકાસ થશે અને રોજગારી વધવાની સાથે જ 24 કલાક બોટો આવી શકશે અને માછીમાર સમાજને કાર્ય કરવામા ઝડપ આવશે.
આ તકે વી.કે.ગોહિલ દ્વારા મહેમાનઓનુ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યુ હતુ પોરબંર જીએમબી અધીકારશ્રી પવાર દ્વારા આભારવિધી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં મત્સ્યોધોગ નિયામક , ગુજરાત સરકાર નિતિન સાંગવાન જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે ,પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા,રાજ્ય સભાના સાંસદ ગોપાલજી તોમર અને ખારવા સમાજના અગ્રણીઓ પ્રમુખ ઓ અને બોટ એસોસિએશનના હોદ્દેદારો સહીતના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા