આ ચર્ચા બાદ કેન્દ્ર સરકાર કોરોનાને અટકાવવા માટે કેટલાક કડક પગલાં ભરી શકે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 અને 17 જૂનના રોજ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠી વખત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરશે.મોદી દેશમાં વધી રહેલા કોરોના કેસની પણ સમીક્ષા કરશે.આ ઉપરાંત મુખ્યમંત્રીઓ સાથે અનલોક-1 અંગે પ્રતિભાવ પણ જાણશે.આ સાથે એવી પણ શક્યતા છે કે આ ચર્ચા બાદ કેન્દ્ર સરકાર કોરોનાને અટકાવવા માટે કેટલાક કડક પગલાં ભરી શકે છે.
આ પ્રથમ વખત હશે કે જ્યારે પ્રધાનમંત્રી રાજ્યો અને કેન્દ્ર શાસિક (UT)ના મુખ્યમંત્રીઓ સાથે સતત બે દિવસ વાતચીત કરશે. 16 જૂનના રોજ 21 રાજ્યો અને UTના મુખ્યમંત્રીઓ સાથે તેમની વાતચીત થશે.
તેમા પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચાલ પ્રદેશ, ચંડીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પુંડુચેરી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, સિક્કીમ તથા લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.