નરેન્દ્ર મોદીની શુક્રવારથી બે દિવસની નેપાળ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન તેઓ ઐતિહાસીક જનકપુરી મંદિરમાં દર્શન પણ કરશે. 4 વર્ષમાં આ તેમની ત્રીજી નેપાળ યાત્રા છે. બંને દેશો વચ્ચે નબળા થતા જતા વિશ્વાસ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્વની માનવામાં આવે છે. તે ઉપરાંત નેપાળમાં નવી સરકાર બન્યા પછી ભારત તરફથી આ પહેલી ઉચ્ચસ્તરીય યાત્રા માનવામાં આવે છે.
Prime Minister Narendra Modi arrives at Janki temple in Nepal’s Janakpur, received by Prime Minister of Nepal KP Oli. pic.twitter.com/t0GjPOsSCH
— ANI (@ANI) May 11, 2018
આ દરમિયાન ઘણી મહત્વની સમજૂતી થવાની શક્યતા પણ છે. મોદી એક હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાંસ પણ કરશે. આ ઉપરાંત જનકપુરથી અયોધ્યા વચ્ચેની બસ સેવાની પણ લીલીઝંડી બતાવવામાં આવશે. નોંધનીય છે કે, ગયા મહીને જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા.
Prime Minister #NarendraModi has arrived at #Janakpur airport to embark on a two-day visit to #Nepal
Read @ANI Story | https://t.co/1ir3378lSx pic.twitter.com/2htR6XU5kq
— ANI Digital (@ani_digital) May 11, 2018
ભારત અને નેપાળના વડાપ્રધાન રામાયણ સર્કિટમના રુટ પર બસ સેવા શરૂ કરશે.આ સેવા જનકપુરને અયોધ્યા સાથે જોડશે. મોદી સરકારની સ્વદેશ દર્શન યોજનાને13 સર્કિટમાં સામેલ કરવામાં આવી છે.નરેન્દ્ર મોદી જનકપુર જનારા પહેલાં વડાપ્રધાન છે. જાનકી મંદિરના પુજારી રામ તપેશ્વર દાસ વૈષ્ણવે જણાવ્યું કે, મોદી પહેલાં પૂર્વ ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની જેલ સિંહ અને પ્રણબ મુખરજી ભગવાન રામ અને સીતાજીના મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે.ત્યારપછી શનિવારે મોદી ઉત્તર-પશ્ચિમ નેપાળના મસ્તંગ જિલ્લામાં આવેલા મુક્તિનાથ મંદિરે દર્શન કરવા જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com