સમગ્ર ભારતમાં 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં નરેન્દ્ર મોદીની પાઘડીએ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પહેરવેશ અને પોતાની આગવી સ્ટાઇલથી લોકોને પ્રભાવિત કરતા હોય છે ત્યારે આજરોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તેમની પહેરેલી બહુરંગી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. દર વખતે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ટોપી અથવા પાઘડીમાં જોવા મળે છે. ત્યારે આજે તેઓ ગણતંત્ર દિવસ 2023 પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં જોવા મળ્યા હતા.
2015થી પીએમ નરેન્દ્ર મોદી ગણતંત્ર દિવસ પર આકર્ષક પોશાકમાં જોવા મળે છે. વડાપ્રધાન બન્યા બાદ 2015ની પ્રથમ પરેડમાં પીએમ રાજસ્થાની બાંધણી પાઘડીમાં જોવા મળ્યા હતા. 2016ના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પીળી પાઘડી પહેરનાર તે સૌપ્રથમ હતો. 2017 પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન, પીએમ સફેદ બોર્ડર સાથે ગુલાબી પાઘડીમાં જોવા મળ્યા હતા. 2018ના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન વડાપ્રધાને લાલ અને પીળી પાઘડી પહેરી હતી.
વર્ષ 2019માં પીએમએ સોનેરી પટ્ટીઓવાળી લાલ પાઘડી પહેરી હતી. વર્ષ 2021માં PMએ જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટમાં આપેલી લાલ પાઘડી પહેરી હતી. છેલ્લી વખત વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી (પહાડી ટોપી) પહેરી હતી. આજે વસંત પંચમી પણ છે અને વસંત પંચમીના દિવસે લોકો પીળા કપડા પહેરતા હોય છે ત્યારે પીએમ મોદીએ વસંત પંચમીને ધ્યાનમાં રાખીને આ પાઘડી પહેરી હશે. અત્યાર સુધી પીએમ મોદી અનેક પ્રસંગોએ બાંધેજ વર્કની પાઘડીમાં જોવા મળ્યા છે. આ વખતે પીએમની પાઘડીમાં પીળો અને કેસરી રંગ જોવા મળ્યો હતો.