વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જારી કરી. પીએમ મોદીએ દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે જોડાયેલા મહિલા સ્વ-સહાયતા સમૂહોની મહિલા સદસ્યો સાથે વાતચીત કરી અને દેશને સંબોધિત પણ કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં મહિલાઓ સાથે કર્યો સંવાદ
પીએમ મોદીએ કહ્યુ, મહિલાઓમાં ઉદ્યમશીલતા વધારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધારે ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ આપવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યમ હોય, મહિલા ખેડૂત ઉત્પાદક સંઘ હોય કે પછી બીજા સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે 1600 કરોડ રૂપિયાથી વધારેની રકમ મોકલવામાં આવી છે.
મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની ફાળવણી કરતા વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ કહ્યુ, કોરોનામાં જે પ્રકારે અમારી બહેનોએ જાતે સહાયતા સમૂહોના માધ્યમથી દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનેટાઈઝર બનાવવાના હોય, જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડવાનુ હોય, જાગૃતતાનુ કામ હોય, દરેક પ્રકારે આપની સખી સમૂહોનુ યોગદાન અતુલનીય રહ્યુ છે. જ્યારે અમારી સરકાર આવી તો અમે જોયુ કે દેશની કરોડો બહેનો એવી હતી જેની પાસે બેંક ખાતા નહોતા, જે બેન્કિંગ સિસ્ટમથી કોસો દૂર હતુ. તેથી અમે સૌ પહેલા જનધન ખાતા ખોલવાનુ મોટુ અભિયાન શરૂ કર્યુ.