21મી સદીના વિશ્વનું નેતૃત્વ ભારતના હાથમાં હશે… વૈશ્ર્વિક રાજકીય મહાનુભાવોએ ભૂતકાળમાં કરેલી આ આગાહી તત્કાલીન સમયે ભારતની ગરીમાના અંદાજ અંગે અતિશ્યોતિભરી લાગતી હતી પરંતુ હવે એ કથન અક્ષરસ સત્ય પૂરવાર થતું હોય તેમ દરેક ક્ષેત્રમાં ભારતે પ્રભુત્વ અને નેતૃત્વનો વ્યાપ વધતો જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્ર્વિક પ્રભાવથી ભારતનું નેતૃત્વ વધુ મજબૂત પૂરવાર થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંબોધન અને તેમના વિચારો સમગ્ર વિશ્વની વર્તમાન અને ભવિષ્યની રૂપરેખા માટે પથદર્શક બની રહેશે. આતંકવાદના વધી રહેલા જોખમ સામે પોતપોતાના દેશ અને સમગ્ર વિશ્વને કેવી રીતે બચાવી શકાય તેની ‘કિ-પોલીસી’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુજાવ વિશ્વ માટે આતંકવાદના સામેની લડાઇમાં અક્સીર પૂરવાર થશે.
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રના માધ્યમથી વિશ્વ આખાને સંબોધિત કર્યું છે. કોરોનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ સાથે વડાપ્રધાને વિશ્વના વિકાસમાં ભારતની ભૂમિકાની મહત્વતા વિશ્વ સમક્ષ મુકી વિકાસવાદ અને વિશ્વને આંતકવાદ મુક્ત કરવા તરફ ભાર મુક્યો છે. વડાપ્રધાને કહ્યું જ્યારે ભારત પ્રગતિ કરે છે,વિશ્વ પણ પ્રગતિ કરે છે….જ્યારે ભારત સુધારા કરે છે ત્યારે વિશ્વ પરિવર્તિત થાય છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચોથી વખત સંયુક્ત રાષ્ટ્રનેસંબોધન કર્યું જે દરેક ભારતીય માટે ગૌવરાવાંતીત ક્ષણ કહી શકાય. આજ રોજ પ્રધાનમંત્રી મોદીએ જે વિશ્વને સંબોધન કર્યું તેના મહત્વના મુદ્દા પર એક નજર કરીએ.
ભારતના “વિવિધતામાં એકતા”ના ગુણને વિશ્વ સમક્ષ મુકતા PM મોદી
અમારી વિવિધતા એ અમારી મજબૂત લોકશાહીની ઓળખ- UNGAમાં PM મોદી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વને વિકાસના પાઠ ભણાવતા વડાપ્રધાન મોદી
વિકાસ સાર્વત્રિક અને તમામને પોષણ આપતો હોવો જોઈએ- મોદી
હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું જેણે મધર ઓફ ડેમોગ્રિસીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે
ભારતને લોકતંત્રનું જનેતા કહેવામાં આવે છે
વિશ્વના વિકાસમાં ભારતનું મહત્ત્વનું યોગદાન: UNGAમાં કે મોદીનું સંબોધન
ભારતમાં થઈ રહેલો વિકાસ વિશ્વની મદદ કરી શકે
સીમિત સંશોધનો છતાં રસીકરણમાં ભારત સૌથી આગળ- UNGAમાં PM મોદીનું સંબોધન
જ્યારે ભારત પ્રગતિ કરે છે,વિશ્વ પ્રગતિ કરે છે
જ્યારે ભારત સુધારા કરે છે વિશ્વ પરિવર્તિત થાય છે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન
દુનિયાએ આંતકવાદ મુદ્દે ચિંતા કરવી પડશે
કેટલાક દેશ આતંકવાદને એક ટુલના રૂપમાં ઉપયોગ કરે છે
UNGAમાં પાકિસ્તાનને ઘેરતા PM મોદી
માત્ર જમીની નહીં સમુદ્રી સુરક્ષામાં પણ વધારો કરવો જરૂરી
અમારો સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપાર માટે લાઈફલાઈન સમાન- UNGAમાં PM મોદીનું સંબોધન
કોરોના મહામારીએ વિશ્વને શીખવ્યું કે વૈશ્વિક અર્થતંત્ર હવે વધુ વૈવિધ્યસભર બનવું જોઈએ
ગ્લોબલ વેલ્યુ ચેઈનનો વિસ્તાર આવશ્યક- UNGAમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
‘આઝાદીનાં 75 વર્ષ’ અવસર પર ભારત સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા 75 ઉપગ્રહો અવકાશમાં છોડશે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં PM મોદીની જાહેરાત
ભારતને ગ્રીન એનર્જીનું હબ બનાવવા પર અમારું ધ્યાન
આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગમાંથી બચાવવાની જવાબદારી આપણી- PM મોદી
વેપાર-ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય સંબંધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમ અને નવા કંડારેલા રસ્તા પર આગળ વધવા વિશ્વની મહાસત્તા સહિત સમગ્ર જગતે હંમેશા બિનશરતી સહમતિ આપી છે. તે ભારતના નેતૃત્વની લાયકાતની ગરીમા વધારનારી સાબિત થઇ છે. વડાપ્રધાનના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંબોધનના પ્રત્યેક મુદ્ા વિશ્વ સમાજ માટે પથદર્શક બની રહેશે તેમાં બેમત નથી. અફઘાનીસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર ભારતનું વલણ, કોરોના સામેની લડતમાં ભારતનો વૈશ્ર્વિક સહયોગનો અભિગમ અને જળવાયુ પરિવર્તન ની ગંભીરતાને વિશ્વસમાજ જે રીતે નવા દિશાનિર્દેશ આપ્યા છે તેનાથી ભારતના વૈશ્ર્વિક નેતૃત્વને વધુ વજન પ્રાપ્ત થયું છે.