કેરળ હાઇકોર્ટમાં PM મોદીના ફોટાને વેકસીન સર્ટિફિકેટ માંથી હટાવવાની પિટિશન રદ કરાઇ.
PM નરેન્દ્ર મોદીની તસવીર COVID-19 વેકસીન સર્ટિફિકેટમાં આવે છે જેને લઈને કેરલની હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી અને કહેવાયું હતું કે સરકાર આવો પ્રચાર કરવા માટે કરે છે અને COVID-19 સામેની લડાઈ માં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે તેથી તેમની તસવીરને વેકસીન સર્ટિફિકેટ માથી હટાવી દેવી જોઈએ.
કોર્ટ દ્વારા પક્ષકારની દલીલોને સંભાડવામાં આવી અને તેને પર ગભીર વિચારણા કર્યા બાદ કોર્ટ દ્વારા ચુકાદો અપાયો કે આવી કોઈ દલીલને યોગ્ય ના કહેવાય સરકાર દ્વારા વેકસીન માટે ઘણી સારી કામગીરી કરાઇ છે, અને માત્ર તેઓ PM છે એટ્લે તેમની તસવીરને વેકસીન સર્ટિફિકેટમાં ન છાપી શકીએ તેવું કોઈ યોગ્ય કારણ જણાતું નથી.
કોર્ટ દ્વારા આ પીટીસન દાખલ કરનારને રૂપિયા એક લાખનો દંડ પણ કરવામાં આવેલ છે અને તે દંડને 6 અઠવાડિયામાં ભરી દેવા હુકમ કરાયો છે.