વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરની આશા અને આંગણવાડી કાર્યકર્તાઓના માનદવેતનમાં કેન્દ્રના હિસ્સામાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રાશિ વધારને બમણી કરવા અને આંગણવાડી કાર્યકર્તાઓનું માનદવેતન 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.

આશા, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી એપ તથા વીડિયો લિંકના માધ્યમથી સંવાદ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, આંગણવાડી કાર્યકર્તાઓનું માનદવેતન 2250 રૂપિયા હતું, તેને હવે રૂ. 3500 મળશે. આંગણવાડી સહાયિકાઓને રૂ. 1500ને બદલે રૂ. 2250 મળશે.

વડાપ્રધાને કહ્યું કે, આ વધારેલું માનદવેતન આગામી મહિના એટલે કે ઓક્ટોબરથી લાગુ થઈ જશે. એટલે કે નવેમ્બરથી આપને નવા પૈસા તથા પગાક કે માનદવેતન મળશે. મોદીએ ભાર મૂક્યો કે આ વધારેલી રકમ કેન્દ્ર સરકારના હિસ્સાની છે. મોદીએ જણાવ્યું કે આશા કાર્યકર્તાઓની પ્રોત્સાહન રાશિને બેગણી કરવા ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અને પ્રધાનમંત્ર સુરક્ષા વીમા યોજના મફત આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.