- વડોદરામાં 28 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝનો 2.5 કિમી લાંબો રોડ શો યોજાશે
ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમજ તેઓ વડોદરાની મુલાકાતે આવશે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 28 ઓક્ટોબરના રોજ સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ પણ ગાયકવાડ શહેર વડોદરાની મુલાકાત લેશે.
બંન્ને PM 2.5 કિમીનો રોડ શો કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝનો રોડ શો યોજાશે. આ સાથો સાથ બંને PM એર ક્રાફટ પ્લાન્ટની એસેમ્બલી લાઈનનું પણ ઉદ્ઘાટન કરશે. તેમજ એરપોર્ટથી ટાટા એર ક્રાફટ કોપ્લેક્સ સુધીનો રોડ શો યોજાશે. તેમજ આ રોડ 2.5 કિમીનો રહેશે. આ ઉપરાંત PMના આગમનને લઈ શહેરને શણગારવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
28 ઓક્ટોબરના રોજ બંન્ને PMના રોડ શોને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે પાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યુ VIP રોડ પર તાતા એડવાન્સ સિસ્ટમની એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ સાથો સાથ 2.5 કિમીનો રોડ શો પણ કરવાના છે. જેને લઈ રોડ શોના રૂટ પર 10 સ્થળોએ કેસરી ગેટ સાથેના તોરણો લગાવવામાં આવ્યા છે. આ સાથે વેલકમ અને દિવાળી શુભેચ્છાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
આ કામ 20 ઓક્ટોબર સુધીમાં પતાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. તે સિવાય PM મોદી જે રસ્તા પરથી પસાર થવાના છે, તે રસ્તાઓ પર પેચ વર્ક, ખાડાઓ ભરવા, ફુટપાથનું સમારકામ અને તૂટેલા ડિવાઈડરોનું પણ કામ ચાલી રહ્યું છે.
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શાહી ભોજન કરશે:
ભારત અને સ્પેનના વડાપ્રધાન માટે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ડેલિગેશન તથા સ્પેનના વડાપ્રધાન અને ડેલિગેશન રાજવી પરિવાર સાથે ભોજન કરશે.