આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી કેવડિયા કોલોની ખાતે આયોજિત એકતા પરેડમાં હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા પછી 31મી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. વર્ષ 2019, 2020, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં હાજરી આપી હતી. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજર રહેશે.
pm મોદીના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન પરેડમાં સી.આઈ.એસ.એફ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, એન.સી.સી, દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે અનેક કલાકારો પણ પહોંચશે.