લોકોને સાવચેત રહેવાની અપીલ, વધુ પગલાં લેવા સહિતના સૂચનો અપાય તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૮ વાગ્યે ફરી કોરોના વાયરસ મુદ્દે દેશનું સંબોધન કરશે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. તેની પહેલા ૧૯ માર્ચે પીએમ મોદીએ દેશનું સંબોધન કર્યુ હતુ અને જનતા કર્ફ્યૂનું એલાન કર્યુ હતુ. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપ અંગે કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શેર કરીશ. આજે ૨૪માર્ચ રાતે૮વાગે દેશનું સંબોધન કરીશ. દેશમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૫૦૦ને પાર થઇ ચુકી છે અને અત્યાર સુધી ૧૦ લોકોના મોત થયા છે. તેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકડાઉનની ઘોષણા કરી કરી. અનેક રાજ્યોમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો ૧૦૦ને પાર પહોંચી ગયો છે.મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓ હવે ૧૦૧ થયા છે. દેશભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૫૦૮ થઈ ગઈ છે, જેમાંથી ૧૦ લોકો મૃત્યુ પણ પામ્યા છે અને ૪૪ હાલ સારવાર હેઠળ છે. આ બાજૂ કર્ણાટકમાં પણ ૪ નવા કેસ કોરોના વાયરસના આવ્યા છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૭ કેસ નોંધાયા છે, જેમાંથી એકનું મોત નીપજ્યું છે. આ સિવાય મણિપુરમાં પણ કોરોનાનો મામલો સામે આવ્યો છે. યુકેથી પરત આવેલી એક યુવતીને ચેપ લાગ્યો છે. દેશભરમાં દર્દીઓની સંખ્યા વધીને ૫૦૪ થઈ ગઈ છે. દેશમાં આંકડા ઝડપથી બદલાઇ રહ્યા છે, અત્યાર સુધી ૫૦૦ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ આંકડા ઝડપથી બદલાઇ રહ્યા છે. દર કલાકે દર્દીઓની સંખ્યા વધી રહી છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ નોંધાયો હતો. પહેલા કેસોથી ૧૦૦ કેસોમાં ૪૫ દિવસનો સમય લાગ્યો હતો. હવે લગભગ દર પાંચ દિવસે, ભારતમાં કોરોના ચેપના કેસ બમણા થઈ રહ્યા છે. આંધ્ર પ્રદેશ ૭, બિહાર ૨, છત્તીસગઢ ૧, ચંદીગઢ ૬, દિલ્હી ૨૯, ગુજરાત ૩૩, હરિયાણા ૨૬, હિમાચલ પ્રદેશ ૨, જમ્મુ-કાશ્મીર ૪, કર્ણાટક ૩૭, કેરળ ૯૫, લદ્દાખ ૧૩, મધ્ય પ્રદેશ ૬, મહારાષ્ટ્ર ૧૦૧, ઓડિશા ૨, પોડિંચેરી ૧, પંજાબ ૨૩, રાજસ્થાન ૩૨, તમિલનાડુ ૧૨, તેલંગાણા ૩૩, ઉત્તરાખંડ ૫ અને પશ્ચિમ બંગાળ ૭ કેસ છે. આમાંથી ૧૦ના મોત નીપજ્યા છે જ્યારે ૪૪ લોકો સાજા થઈને ઘરે ગયા છે.