નરેન્દ્ર મોદી 11મેંનાં રોજ બે દિવસીય યાત્રા પર નેપાળ જશે. યાત્રાનાં ક્રમમાં પીએમ વિશેષ વિમાનથી દિલ્હીથી પટના પહોંચશે. પટના હવાઇ અડ્ડા પર રાજ્યપાલ સત્યપાલ મલિક અને મુખ્યમંત્રી નીતીશ કુમાર તેઓનું સ્વાગત કરશે.
પીએમ મોદી સવારનાં અંદાજે 11 કલાકે પટના પહોંચશે અને થોડાંક સમય બાદ જનકપુરને માટે રવાના થશે. અહીંથી તેઓ વાયુસેનાનાં વિશેષ વિમાનથી સીધા જનકપુરનાં જાનકી મંદિરમાં જઇને પૂજા કરશે.
જનકપુરમાં જ નેપાળનાં પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી પોતાની કેબિનેટનાં મંત્રિઓ અને પ્રોવિંસ નંબર 2નાં મોહમ્મદ લાલબાબૂ રાવતની સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરશે. બાદમાં પીએમ મોદી કાઠમંડુ જવા રવાના થશે. ત્યાં તેઓ 12 મેંનાં રોજ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે મુલાકાત કર્યા બાદ મુક્તિધામની યાત્રાએ જશે.
નેપાળનાં પ્રોવિંસ નંબર 2નાં કૃષિ, ભૂમિ વ્યવસ્થા અને સહકારિતા મંત્રી યોગેન્દ્ર યાદવે કહ્યું કે પીએમ મોદીની યાત્રાથી બંને દેશોનાં સદીઓથી જૂનાં સામાજિક અને ધાર્મિક સંબંધોને નવી ઊંચાઇ મળશે.
આ યાત્રાને લઇને જનકપુરથી લઇને બાર વીઘા સુધી કેસરિયા રંગથી બધું જ સુશોભિત કરી દેવામાં આવેલ છે. રસ્તામાં દરેક જગ્યાએ પીએમ મોદીનાં જ ફોટાઓ લગાવી દેવાયાં છે. મોદીની મુલાકાતને લઇને જનકપુર છાવણીમાં બદલી દેવામાં આવ્યું છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com