કોરોના વેક્સિનેશનનો બીજો તબ્બકો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો ડોઝ લગાવ્યો હતો. પીએમ મોદીએ વહેલી સવારે નવી દિલ્હી સ્થિત એમ્સમાં પહોંચ્યા હતાં અને કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો અને પીએમ મોદીએ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ લેવાની અપીલ પણ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’મેં એમ્સમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે. આ પ્રશંસનીય છે કે, આપણા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના સામેની વૈશ્વિક લડતને ઝડપી બનાવવા માટે ખૂબ ઝડપી કામગીરી કરી છે, હું તે બધાને અપીલ કરુ છું કે,વેક્સિન લેવા માટે યોગ્ય છે, આપણે ભારતને કોરોના મુક્ત બનાવી છું.’
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીએ ભારત બાયોટેકના કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. દિલ્હીના એઈમ્સમાં કાર્યરત પૂડુચેરીની સિસ્ટર પી નિવેદાએ પીએમ મોદીને કોરોના રસીનો ડોઝ આપ્યો છે. કોવાસીન એક સ્વદેશી વેક્લસિન છે જે ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
બીજા તબક્કામાં કોને વેક્સિન આપવામાં આવશે, શું છે નિયમ?
•60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને વેક્સિન આપવામાં આવશે.
•45 વર્ષથી વધુની ગંભીર બીમારી વાળા લોકો વેક્સિન આપવામાં આવી શકે છે.
•સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
•ગંભીર બીમારીવાળા લોકો માટે, માન્યતા પ્રાપ્ત ડોક્ટરનું સર્ટિફિકેટ જરૂરી રહેશે.
•કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે.