વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી આવવાના છે તેઓ બપોરે ૧:૦૦ વાગ્યા બાદ મોરબી આવશે તેવું મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે વડાપ્રધાન મોરબી ખાતે પહોંચીને સ્થિતિ તેમજ વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહે છે. મોરબીમાં વડાપ્રધાન ના આગમન પહેલાં સિવિલ હોસ્પિલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
મોરબીમાં ત્રણ કલાક રોકાશે પીએમ
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે પંચમહાલ ખાતે લોકાર્પણ અને ખાતમુરતનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી રાજકોટ પ્લેન મારફતે આવવા છે રાજકોટ ખાતે ટ્રાન્ઝિટ વિઝીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે મોરબી જવા રવાના થશે ત્યારે રેન્જ આઇજી,એસપી,સહિતનાં કાફલા દ્વારા રસ્તા પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદી આજે મોરબી પહોંચી પીડિત પરિવારોને મળશે . મોરબીમાં ત્રણ કલાક રોકાશે પીએમ અને ઘાયલ લોકોના ખબરઅંતર પૂછશે. બપોરે પીએમ મોરબી પહોંચ્યા બાદ એસપી ઓફિસે મહત્વની બેઠક કરશે
૨ નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક
મોરબી સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.. દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી પાસેથી સતત વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપી રહ્યા હતા.
કાલે તેમને મુખ્યમંત્રી, હર્ષ સંઘવી સહિતના પદાધિકારીઓ સાથે હાઈ લેવલ મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં ૨ નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે વડાપ્રધાન મોરબી આવીને સમગ્ર સ્થિતિ અને વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરશે.