ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઇ તડામાર તૈયારીઓ કરાઇ છે.વાયબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત આવવાના છે. નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે. આજે 8 જાન્યુઆરીએ રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. આવતીકાલે તેઓ વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો રદ કરવામાં આવ્યો છે.
આજથી જ દેશ વિદેશના મહાનુભાવોનું આગમન શરૂ થશે: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રીક મોબાલિટી, રિન્યુએબલ એનર્જી જેવા વિષયો પર મુખ્ય ફોકસ રહેશે: સમિટમાં 34 પાર્ટનર ક્ધટ્રી ઉપરાંત 16 પાર્ટનર વૈશ્વિક સંસ્થાઓ ભાગ લેશે
યુએઇના પ્રેસિડેન્ટ દ્વારા પણ હવે ગાંધી આશ્રમની મુલકાત લેવામાં નહીં આવે. હવે આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે. રોડ શો બાદ વડાપ્રધાન મોદી અને યુએઇના પ્રેસિડેન્ટ ગાંધીનગરની હોટેલમાં જશે.બાદમાં બપોરે 2 કલાકે રાજભવન જશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ત્રણ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે અને ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. સાંજે 4 કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે. સાંજે 5 કલાકે યુએઈ વડાનું તેઓ સ્વાગત કરશે.યુએઈના વડા સાથે એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો કરશે. જે પચી બંને મહાનુભાવો ગાંધીનગરની હોટેલ લીલામાં જશે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નો સત્તાવાર કાર્યક્રમ
- તા. 9- સવારે 9.30 વાગે વડાપ્રધાન મોદીની વર્લ્ડ લિડર, વિવિધ કંપનીના સીઇઓ સાથે મીટિંગ
- તા.9- બપોરે 3 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન
- તા.10- સવારે 9.45 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્દઘાટન
- તા.10- સાંજે 5.45 વાગ્યે ગિફ્ટ સિટીમાં પીએમ મોદીની વિશ્વના ટોચના બિઝનેસ લિડર સાથે ચર્ચા.