નવી દિલ્હી: સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આજે 21 દિવસ પૂરા થશે. ત્યારે તેના ભાગરૂપે વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે સમગ્ર દેશને સંભોધિત કરશે. આ અંગેની માહિતી વડાપ્રધાનના ઓફિસ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવી.
વડાપ્રધાન આજે લોકડાઉનને લઇને જાહેરાત કરશે. તો બીજી બાજુ લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શકયતાઓ છે.
આ પહેલા તેમણે જનતા કફર્યું તેમજ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ દિપક પ્રગટાવવાની અપીલ કરતી વખતે દેશને સંબોધન કર્યું હતું. લોકડાઉન વધશે તો કેટલીક છુટછાટ મળે તેવી શકયતા સેવાઈ છે. ઉપરાંત ખેડુતો, શ્રમિકોને પણ કેટલીક છુટછાટ આપવામાં આવશે જોકે આ દરમિયાન લોકડાઉનના નિયમો અને કેટલાક દેશમાં લાગુ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને અમુક રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. જેમાં પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળનો સમાવેશ થાય છે.