પીએમ નરેન્દ્ર મોદીએ આજે નૈરોબીમાં વસતા કચ્છી સમુદાયને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પૂર્વ આફ્રિકી દેશ કેન્યાનાં નૈરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્સના 25 વર્ષ પૂર્ણ થવા નિમિતે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલિબ્રેશન અંતર્ગત પીએમ મોદીએ કચ્છીઓને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આફ્રિકા-કેન્યાના વિકાસમાં કચ્છીઓનો મોટો ફાળો છે.
પીએમ મોદીએ નૈરોબીમાં વસતા ગુજરાતીઓને કચ્છી ભાષામાં જય સ્વામિનારાયણ કહી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છી લેઉવા પટેલ સમાજનું પ્રદાન સવા સો વર્ષ જૂનું છે. બાળકો અને ગરીબ મહિલાઓ માટે અંતરિયાળ વિસ્તારમાં ચાલતા પ્રયાસો પ્રશંસનીય છે. કચ્છ અને જામનગર વચ્ચે રો-રો ફેરી શરૂ કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com