Abtak Media Google News

ICC T20 વર્લ્ડ કપ 2024ની વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે સવારે નવી દિલ્હી પહોંચી છે. અહીં પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ જસપ્રીત બુમરાહના પુત્રને ખોળામાં લીધો અને તેને ખૂબ સ્નેહ કર્યો.

PM મોદીએ જુનિયર બુમરાહ પર પ્રેમ વરસાવ્યો, જસપ્રીતના પુત્રને ખોળામાં લઈ તેને સ્નેહ મિલાવ્યો

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ મીટિંગમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તેની પત્ની અને પુત્ર સાથે પીએમ સાથે એક તસવીર ખેંચાવી હતી, જેમાં પીએમએ તેમના પુત્ર અંગદને ખોળામાં લઈને તેને સ્નેહ આપ્યો હતો.

બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં 15 વિકેટ ઝડપી છે.

T3 8

જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. બુમરાહે સમગ્ર ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું અને કુલ 15 વિકેટ લીધી.

પીએમને મળ્યા બાદ બુમરાહ ખુશ હતો

T4 5

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ખુશ થઈ ગયો હતો. પીએમ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને પણ ઉષ્માભર્યા મળ્યા હતા.

રોહિત શર્માએ પીએમ મોદીને ટ્રોફી આપી

T5 4

રોહિત શર્માની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમ જ્યારે પીએમ મોદીને મળી ત્યારે તેમને ટ્રોફી આપવામાં આવી હતી. જોકે ટ્રોફીને બદલે તેણે રોહિત અને રાહુલનો હાથ પકડ્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.