PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી જામનગર સ્થિત ‘વનતારા’ પહોંચ્યા હતા, ‘વનતારા’માં PM મોદી 4 કલાક રોકાણ કરશે, આ ઉપરાંત ‘વનતારા’ની મુલાકાત બાદ PM મોદી સોમનાથ પહોંચશે અને અહીં પૂજન અર્ચન બાદ PM મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરશે
PM મોદી વનતારા બાદ સોમનાથ જશે. અહીં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભારતના વડાપ્રધાન બન્યા પછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત લેશે.
PM મોદી વનતારાની લેશે મુલાકાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત એનિમલ કેર સેન્ટર વનતારા માટે વહેલી સવારે નીકળી ગયા છે. આ સેન્ટરમાં દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓની સારસંભાળ અને સારવાર આપવામાં આવે છે. આ કેન્દ્ર 3000 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે.