લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. સૌપ્રથમ તેઓ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં ગયા હતા. જ્યાં તેઓએ બાબા વિશ્વનાથ પર અભિષેક અને પૂજા કર્યા હતા. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના CM, રાજ્યપાલ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સોમવારે સવારે મોદી બાબતપુર એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં યોગી આદિત્યનાથ અને રાજ્યપાલે સ્વાગત કર્યુ હતું.
મોદી લાલપુરના હસ્તકલા સંકુલમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. વારાણસી સીટ પરથી બીજી વખત મળેલી જીત પછી મોદીની આ પહેલી મુલાકાત છે. ઉમેદવારી પત્ર ભરવા સમયે તેઓએ વારાણસીમાં રોડ શો કરીને કહ્યું હતું કે હવે જીત મેળવ્યા બાદ આભાર વ્યક્ત કરવા આવીશ.વડાપ્રધાન મોદી દિલ્હીથી બાબતપુર એરપોર્ટ પહોંચ્યા. જ્યાંથી તેઓ હેલિકોપ્ટરથી પોલીસ લાઈન મેદાન, જે બાદ કાશી વિશ્વનાથ મંદિર ગયા.
મોદીએ આ પહેલાં 8 માર્ચે વિશ્વનાથ કોરિડોરનું શિલાન્યાસ કરી અહીં પૂજા કરી હતી. મોદી પોલીસ લાઈનથી મંદિર જશે તો ત્યાં રોડ શો જેવાં દ્રશ્યો જોવા મળ્યા, જો કે રોડ શોનો કોઈ જ સત્તાવાર કાર્યક્રમ ન હતો તેથી તેઓએ બારીમાંથી જ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.