પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વકાંક્ષી ઉડાન યોજના ને લીલી ઝંડી આપી દીધી છે. પ્રધાનમંત્રી શિમલા એરપોર્ટ જુબરહટ્ટી ખાતે ત્રણ ઉડાણને લીલી ઝંડી આપવા આવી છે. ઉલ્લેખનિય છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના શહેરના સામાન્ય નાગરિકોને સસ્તા દરમાં હવાઇ મુસાફરી કરાવવી તે છે. આ સાથે જ કડપ્પી-હૈદરાબાદ અને નાંદેડ હૈદરાબાદ માર્ગો પર ઉડાણ સેવા શરૂ કરશે.
આ યોજનાની જાહેરાત ગત વર્ષે ઓક્ટોમ્બરમાં નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજાપતિ રાજૂ અને રાજ્ય મંત્રી જયંત સિન્હાએ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશય ક્ષેત્રીય વિસ્તારને વધારવાનો છે. તેમણે કહ્યું કે દુનિયામાં સસ્તા વિમાની પ્રવાસ અંગે પ્રથમ સ્કિમ છે. જાન્યુઆરીમાં જ આ સેવા શરૂ થવાની હતી. ઉડાન સેવા ઓક્ટોમ્બર 2016માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાગરિક 2500 રૂપિયા પ્રતિ કલાક મુસાફરી કરી શકશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ક્ષેત્રીય સંપર્ક વધારવાનો છે.
આ યોજનામાં સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે એવા 45 એરપોર્ટને જોડવા છે જ્યાં ઓછા વિમાન ઉડાણ ભરે છે. પ્રધાનમંત્રી આ યોજનાને લીલી ઝંડી આપશે. 500 કિલોમીટર સુધીની મુસાફરી 2500 રૂપિયામાં થશે. જ્યારે લાંબા અંતર માટે ભાડામાં વધગટ કરવામાં આવશે. એક વ્યક્તિ એક ફ્લાઇટમાં 6થી 40 સીટ બુક કરાવી શકે છે. એરલાઇન્સ 50 ટકા ટિકિટ સસ્તા દરમાં વેચી શકે છે. બાકીની ટિકિટ બજાર મૂલ્ય પ્રમાણે વેચશે.