અબતક, નવી દિલ્હી
આજના 21મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ સેવાનો વ્યાપ વિસ્તાર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. મોટા ભાગની સેવાઓ આંગળીના ટેરવે ઘરબેઠા મળતી થઇ છે. ત્યારે હવે આ ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવા તરફ મોદી સરકારે એક નવી પહેલની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ સાંજે 4:30 વાગ્યે દેશને એક વધુ ડિજિટલ ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી આજે ઈ-રૂપી લોન્ચ કરશે. જે એક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને લોન્ચ કરશે.
આ લોન્ચિંગ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત ટચ પોઈન્ટ સાથે, લક્ષ્યાંકિત અને લીક ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વર્ષોથી ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લાભાર્થીઓને ડિજિટલ પેમેન્ટ સુવિધા વધુ પારદર્શક રીતે મળે તે માટે ઈ-રૂપી મોદી મદદ કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ છે કે આ વાઉચર થકી રોકડાને બદલે આપણે કોઈકને ઈ-રૂપી ભેટમાં આપી શકાશે. આનાથી ઈ-રૂપી થકી ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને શુગમ બનશે. ડિજિટલ ગવર્નન્સનો નવો અધ્યાય શરૂ થયો છે. ઈ-રૂપીથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુને વધુ પ્રોત્સાહન મળશે.
*શું છે આ ઈ-રૂપી..??*
ઇ-રૂપિ ડિજિટલ પેમેન્ટનું કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે. તે એક ચછ કોડ અથવા જખજ આધારિત એક ઇ-વાઉચર છે, જે લાભાર્થીઓના મોબાઇલ પર પહોંચાડવામાં આવશે. આ સીમલેસ વન ટાઈમ પેમેન્ટ મિકેનિઝમના યુઝર્સ સર્વિસ પ્રોવાઇડર પર કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કર્યા વગર વાઉચર રિડીમ કરી શકશે. એટલે કે હવે ડીજીટલ પેમેન્ટ માટે નેટ બેન્કિંગ કે કોઈપણ જાતના કાર્ડની પણ જરૂર રહેશે નહીં.
*કોના દ્વારા વિકસાવવામાં આવી છે..??*
આ ઈ-રૂપી એપ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેના ઞઙઈં પ્લેટફોર્મ પર નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલયના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
*તે કેવી રીતે કામ કરે છે..?*
ઇ-રૂપિ કોઇપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ રીતે સેવાઓના પ્રાયોજકોને લાભાર્થીઓ અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે લેવડ દેવડના વ્યવહારો પૂર્ણ થયા પછી જ સેવા પ્રદાતાને ચુકવણી કરવામાં આવે. ઇ-રૂપિ પ્રી-પેઇડ વાઉચર છે, તેથી તે કોઇપણ મધ્યસ્થી વિના સેવા પ્રદાતાને સમયસર ચુકવણીની ખાતરી આપે છે.
*ક્યાં ક્યાં સેવામાં તેનો ઉપયોગ થઈ શકે..??*
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, કલ્યાણ સેવાઓની લીક-પ્રૂફ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે આ એક ક્રાંતિકારી પહેલ હોવાની અપેક્ષા છે. તેનો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજનાઓ, ટીબી નાબૂદી કાર્યક્રમો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દવાઓ અને નિદાન તેમજ સબસિડી વગેરે જેવી દવાઓ અને પોષણ સહાય પૂરી પાડતી યોજનાઓ હેઠળ થઈ શકે છે. ખાનગી ક્ષેત્ર પણ તેમના કર્મચારીઓ માટે ઉપયોગ કકરી શકે છે. કોર્પોરેટ ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્રે પણ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચર્સ મેળવી શકે છે.