પીએમ મોદી 3 દેશો જોર્ડન, પેલેસ્ટાઈન અને સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે છે. જે અંતર્ગત યાત્રાના પહેલાં તબક્કામાં તેઓ જોર્ડન પહોંચી ત્યાં કિંગ સાથે મુલાકાત કરી છે. જે બાદ તેઓ પેલેસ્ટાઈ પહોંચ્યા છે. બે રાષ્ટ્રોની મુલાકાત બાદ અંતિમ તબક્કામાં તેઓ અબૂ ધાબી પહોંચ્શે, જ્યાં તેમની મુલાકાત દુબઈના ખલીફા સાથે થશે. ત્રણેય દેશોમાં મોદીના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ તૈયારી UAEમાં જોવા મળી રહી છે. અબૂ ધાબીના અનેક મોટા અખબારોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા ફોટાઓ પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભારતના પૂર્વ વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓની મુલાકાતો અને તેમની સાથેના UAEના સંબંધો પર વિશેષ કવરેજ કરાયું છે.
મોદીમય થયાં અખબારો
Previous Articleવોટ્સએપમાં આ નવા ઇમોજીનું અપડેટ ક્યારે આવશે?
Next Article Do You Know : અજાણી વાતો ભાગ – ૨