ગુજરાતની મુલાકાતે PM નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર જાપાનના પીએમ શિંજો આબેની સાથે દ્વિપક્ષીય બેઠક યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૩ સપ્ટેમ્બરથી બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન જાપાનના વડાપ્રધાન શિંજો આબે પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓ થશે.
ગુજરાત આવનાર PM નરેન્દ્ર મોદી અમદાવાદના અનેક સ્થળોની મુલાકાત લેશે. જેનો કાર્યક્રમ અત્રે પ્રસ્તુત છે,જે મુજબ તા. ૧૩ સપ્ટેમ્બરે બપોરે ૩.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોચશે. જ્યાંથી તેઓ બપોરે ૩.૪૫ કલાકે હોટેલ હયાત પહોચશે. હોટલ હયાતમાં આરામ કર્યા પછી તેઓ સાંજે ૫.૪૫ કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.સાબરમતી આશ્રમની મુલાકાત બાદ સાંજે ૬ કલાકે સીદી સૈયદની જાળીની મુલાકાત લેશે. ત્યાર બાદ સાંજે ૬.૨૫ કલાકે હોટેલ અગાસિયા જવા રવાના થશે.
પીએમ મોદી સાંજે ૬.૪૫થી ૭.૪૫ કલાક સુધી હોટેલ અગાસિયા ખાતે જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને તેમની પત્ની સાથે ડિનર લેશે.
જાપાનીઝ વડાપ્રધાન શિંજો આબે અને તેમની પત્ની સાથે ડિનર બાદ રાત્રે ૮ થી ૯ દરમ્યાન નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે બંધબારણે બેઠક યોજાશે.આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે નવ કલાકે હોટેલ હયાત ખાતે જવા રવાના થશે, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ કલાકે સાબરમતી એથ્લેટિકસ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. જ્યાં તેઓ સવારે ૯.૧૧ કલાકે બુલેટ ટ્રેનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે.બુલેટ ટ્રેનની ખાતમુહૂર્ત વિધિ બાદ પીએમ નરેન્દ્ર મોદી સવારે ૧૧.30 કલાકે દાંડી કુટીરની મુલાકાત લેશે. દાંડી કુટીરની મુલાકાત બાદ તેઓ સવારે ૧૧.૫૦ કલાકે મહાત્મા મંદિર ખાતે પહોંચશે. જ્યાં મહાત્મા મંદિર ખાતે બપોરે ૧૨ થી ૧૨.૪૫ કલાક સુધી મહાત્મા મંદિર ખાતે યોજાનારા ડેલિગેશન ટોકમાં ભાગ લેશે.મહાત્મા મંદિર ખાતે ડેલિગેશન ટોકમાં ભાગ લીધા બાદ પીએમ મોદી બપોરે એકથી દોઢ વાગ્યા દરમિયાન એક્સચેન્જ ઓફ એગ્રીમેન્ટ અને પ્રેસ સાથે ચર્ચા કરશે. પ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ બપોરે દોઢથી અઢી વાગ્યા સુધી લંચ લેશે.લંચ બાદ પીએમ જાપાન અને ભારતના ઉદ્યોગપતિઓ સાથે ફોટોસેશન કરાવશે. ફોટોસેશન પૂર્ણ થયા પછી બપોરે ૩.૪૫થી ૪ વાગ્યા દરમિયાન મહાત્મા મંદિર ખાતે એક્ઝીબીશન બૂથની મુલાકાત લેશે.
આ પછી સાંજે ૪ વાગ્યાથી સાંજે ૫.૪૦ સુધી મહાત્મા મંદિર ખાતે ઈન્ડિયા-જાપાન બિઝનેસ પ્લાનિંગ અંગે ચર્ચામાં ભાગ લેશે. ઈન્ડિયા-જાપાન બિઝનેસ પ્લાનિંગ અંગેની ચર્ચા બાદ તેઓ હોટલ હયાત જવા રવાના થશે.ત્યાર બાદ સાંજે ૬.૪૫થી ૮.૧૫ કલાક સુધી સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીમંડળની સાથે ભોજન લેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળ સાથે ભોજન લીધા પછી તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.