વિકાસએ કોઈ યોજના નથી, પરંતુ જનભાગીદારીનું અભિયાન છે: પીએમ મોદી
આલીશાન સર્કિટ હાઉસનો રાત્રીનો ઝગમગાટ
મંત્રી પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણીએ સોમનાથ મહાદેવનાં દર્શન, પૂજા-અર્ચના કરી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ.30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો આજે શુક્રવારે સવારે 10 કલાકે વર્ચ્યુલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. નોંધનીય છે કે રાજ્ય સરકારના માર્ગ-મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસમંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આજે સવારે 10 કલાકે આ ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્ત્વપૂર્ણ અવસર પર ગુજરાત સરકાર, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સૌને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે આ બિલ્ડિંગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે અહીં રહેતા લોકોને પણ દરિયાનો નજારો માણી શકશે. એટલે કે જ્યારે લોકો અહીં શાંતિથી મુસાફરો પોતાના રૂમમાં બેસી જશે ત્યારે તેમને દરિયાનાં મોજાં પણ જોવા મળશે અને સોમનાથનું શિખર પણ જોવા મળશે.
આ સાથે વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો એ બંને આપણા માટે મોટા સંદેશ છે. આપણે વિશ્વના ઘણા દેશો વિશે સાંભળીએ છીએ કે તેમની અર્થવ્યવસ્થામાં પર્યટનનું યોગદાન કેટલું મોટું છે. આપણી પાસે દરેક રાજ્યમાં, દરેક ક્ષેત્રમાં આવી અનંત શક્યતાઓ છે.
સાંસ્કૃતિક વારસાનો વિકાસનો ઉલ્ળેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લાં 7 વર્ષ મશે પર્યટનની ક્ષમતાને સાકાર કરવા માટે સતત કામ કર્યું છે. આજે પ્રવાસન કેન્દ્રોનો આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ જનભાગીદારીનું અભિયાન છે. દેશના હેરિટેજ સ્થળો, આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ આનું ઉત્તમ ઉદાહરણ છે. આજે દેશ પર્યટનને સર્વગ્રાહી રીતે જોઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વના ચાર પાસાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રવાસન વધારવા માટે ચાર બાબત જરૂરી છે. પ્રથમ સ્વચ્છતા- અગાઉ આપણાં પ્રવાસન સ્થળો, પવિત્ર યાત્રાધામો પણ અસ્વચ્છ હતાં. આજે સ્વચ્છ ભારત અભિયાને આ ચિત્ર બદલ્યું છે. પ્રવાસન વધારવા માટે સમય એ ત્રીજું મહત્ત્વનું પાસું છે. આજે ટ્વેન્ટી-ટ્વેન્ટીનો યુગ છે. લોકો ઓછામાં ઓછા સમયમાં મહત્તમ જગ્યા આવરી લેવા માગે છે.