મોદી હૈ તો મુમકીન હૈ…અત્યારે સુધી આપણે ફક્ત રેલ્વે પર દોડતી ટ્રેન જોઈ હશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં ભારતની પ્રથમ ‘વોટર મેટ્રો રેલ સેવા’નું ઉદ્ઘાટન કર્યું. આ સેવા એવા શહેરો માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, જ્યાં પરંપરાગત મેટ્રો રેલમાં અનેક અવરોધો છે. વોટર મેટ્રો ટ્રેન મારફતે આપણે દરિયાઈ રસ્તાઓ મારફતે આપણે મુસાફરી સારી રીતે કરી શકશું. ચાલો જાણીએ આ મેટ્રો ટ્રેનની ખાસિયતો
કોચી અને નજીકના દસ ટાપુઓ વચ્ચે વોટર મેટ્રો શરૂ થઈ રહી છે. કોચી વોટર મેટ્રો પ્રથમ તબક્કામાં હાઈકોર્ટ-વાઈપિન ટર્મિનલ અને વિટ્ટીલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે શરૂ થશે. વોટર મેટ્રો તરીકે ઓપરેટ થનારી બોટ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર દ્વારા જર્મનીના KFW ના સહયોગથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેના પર લગભગ 1,137 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
https://www.instagram.com/reel/CrdH1npooM4/?utm_source=ig_web_copy_link
વોટર મેટ્રોમાં મુસાફરી માટે લઘુત્તમ ભાડું 20 રૂપિયા છે, જે લોકો નિયમિત પ્રવાસીઓ છે, તેઓ બસ અથવા લોકલ ટ્રેન જેવા સાપ્તાહિક અને માસિક પાસ પણ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, સાપ્તાહિક ભાડું 180 રૂપિયા હશે, જ્યારે માસિક ભાડું 600 રૂપિયા હશે, જ્યારે ત્રિમાસિક ભાડું 1500 રૂપિયા હશે. એટલું જ નહીં, મુસાફરો એક જ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો ટ્રેન અને વોટર મેટ્રોમાં મુસાફરી કરી શકશે. ટિકિટ બુક કરવા માટે તમે કોચી વન એપનો ઉપયોગ કરી શકો છો.
વોટર મેટ્રોનો રૂટ શું છે ??
કોચી વોટર મેટ્રો શહેર અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે. તેમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ હશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કા તરીકે સેવા ટૂંક સમયમાં હાઇકોર્ટ-વાયપિન ટર્મિનલ્સથી વ્યટિલા-કક્કનાડ ટર્મિનલ્સ સુધી શરૂ થશે. યાત્રીઓ ‘કોચી 1’ કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં મુસાફરી કરી શકે છે. તેઓ ડિજિટલ રીતે ટિકિટ પણ બુક કરી શકે છે.
વોટર મેટ્રો સમય
કોચી વોટર મેટ્રો સેવા 26 એપ્રિલ 2023ના રોજ સવારે 7 વાગ્યે શરૂ થશે. આ સેવા રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. બીજી તરફ પીક અવર્સ દરમિયાન હાઇકોર્ટ-વાયપીન રૂટ પર દર 15 મિનિટે બોટ ચલાવવામાં આવશે.