બેટી-બચાઓ, બેટી પઢાઓ’કેમ્‍પેઈન પર આધારિત ફિલ્‍મ ‘એબીસી’માટે પીએમ નરેન્‍દ્ર મોદી જાતે વોઈસ ઓવર કરશે. ફિલ્‍મમાં મ્‍યૂઝિક આપવાનું કામ મહારાષ્ટ્રના સીએમ દેવેન્‍દ્ર ફડણવીસની પત્‍ની અમૃતા ફડણવીસ કરશે. આ ઉપરાંત ફિલ્‍મમાં ચિરંજીવી. સુનિલ શેટ્ટી, શ્રી શ્રી રવિશંકર, કિરણ બેદી અને અમિતાભ બચ્‍ચન જેવા સિતારાઓ પણ મહેમાન ભૂમિકામાં નજર આવશે.

આ ફિલ્‍મ એન્‍ટી કરપ્‍શન અને ક્રાઈમ કંટ્રોલ કમિટી અને ગ્રેવિટી ગ્રુપ મળીને બનાવી રહી છે. ૨ કલાક લાંબી આ ફિલ્‍મ આવતા વર્ષે જાન્‍યુઆરીમાં થનારા જર્મન અને ફ્રેન્‍ચ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં બતાવવામાં આવશે. આ ફિલ્‍મનું નિર્દેશન રામકુમાર શેંડગે કરશે. આ ફિલ્‍મ કુલ ૧૪ ભાષાઓમાં ડબ કરવામાં આવશે. તેવી પણ યોજના બનાવવામાં આવી રહી છે કે ફિલ્‍મ દેશની દરેક સ્‍કૂલોમાં બતાવવી અનિવાર્ય કરવામાં આવશે.

ફિલ્‍મમાં ઓસ્‍કર માટે નોમિનેટ થનારી ફિલ્‍મ લોયનમાં કામ કરી ચૂકેલા ચાઈલ્‍ડ આર્ટિસ્‍ટ સની પવાર તમન્ના ભાટિયા સાથે કામ કરશે. આ ફિલ્‍મ વિશે તમન્નાએ કહ્યું, મને લાગે છે કે એક મીડિયા પર્સન હોવાના પાવરનો મિસયૂઝ કરવાના બદલે તેનો પોઝીટીવ ઉપયોગ કરવો જોઈએ. તેણે આગળ કહ્યું, ગર્લ ચાઈલ્‍ડ મારા દિલની ખૂબ નજીક છે અને હું આ પ્રોજેક્‍ટ સાથે જોડાઈને ખુબ ખુશ છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.