• બંને નેતાઓ દ્વિપક્ષીય રીતે મળ્યા હતા અને તેમની હાજરીમાં ઘણા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) ની આપલે કરવામાં આવી હતી.
  • UAEમાં પહોચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ નાહયાનના નામનું ભારતનું UPI ટ્રાન્જેક્શનનું કાર્ડ આપ્યું અને સ્વાઈપ કરાવ્યુ હતું.

meeting

National News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા. અબુ ધાબી એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

upi card

UAEમાં પહોચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ નાહયાનના નામનું ભારતનું UPI ટ્રાન્જેક્શનનું કાર્ડ આપ્યું અને સ્વાઈપ કરાવ્યુ હતું. માત્ર એક સ્કેન દ્વારા બે દેશ વચ્ચે નાણાકીય ટ્રાન્જેક્શન થઈ શકશે. આ એક ખૂબ મહત્વની ક્ષણ હતી બંને દેશ માટે.

mou

બાદમાં, બંને નેતાઓ દ્વિપક્ષીય રીતે મળ્યા હતા અને તેમની હાજરીમાં ઘણા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) ની આપલે કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે ખાડી દેશના ટોચના નેતાઓ સાથે વિસ્તૃત વાતચીત કરશે. તે પહેલા તેઓ અહીં એક હિંદુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે.

યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન PM મોદીએ કહ્યું, હું ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભાર વ્યક્ત કરું છું. જ્યારે પણ હું તમને મળવા અહીં આવું છું ત્યારે મને હંમેશા એવું લાગે છે કે હું મારા પરિવારને મળવા આવ્યો છું. છેલ્લા સાત મહિનામાં અમે પાંચ વખત મળ્યા છીએ. આ બતાવે છે કે આપણા સંબંધો કેટલા ગાઢ છે. તેમણે કહ્યું, અમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને ભારત અને UAE વચ્ચે દરેક ક્ષેત્રમાં સમાન ભાગીદારી છે. બેઠકમાં હાજર ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા સામેલ હતા.

2015 પછી વડાપ્રધાન મોદીની આ સાતમી યુએઈ મુલાકાત છે. દેશમાં પહોંચતા જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પહેલા વડાપ્રધાન મોદીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, અબુ ધાબી એરપોર્ટ પર મારું સ્વાગત કરવા માટે સમય કાઢવા માટે હું રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદનો ખૂબ આભારી છું. હું એક ફળદાયી મુલાકાતની રાહ જોઈ રહ્યો છું, જે ભારત અને UAE વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.