વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 4 વર્ષમાં મળેલી 1900 ગિફ્ટની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. તેમાં પાઘડી, હાફ જેકેટ અને શોલ જ નહીં પરંતુ રામજીનું ધનુષ અને હનુમાનજીની ગદા પણ સામેલ છે. પાઘડીની હરાજી રૂ. 800થી શરૂ થશે જ્યારે શોલની કિંમત રૂ. 500થી શરૂ થશે. સૌથી મોંઘી સરદાર વલ્લભભાઈ પટેલની મેટેલિક મૂર્તિ છે. તેની હરાજીની કિંમત રૂ. 10,000થી શરૂ થશે જ્યારે એક જ દોરામાંથી બનેલી ફ્રેમ પેન્ટિંગની હરાજી રૂ. 5000થી શરૂ થશે.
આ સામાન તમે પણ openauction.gov.in પર બોલી લગાવીને ખરીદી શકો છો. અત્યારે નેશનલ ગેલરી ઓન મોર્ડન આર્ટ ઈન્ડિયા ગેટ ગોલ ચક્કરમાં એક્ઝિબીશન રાખવામાં આવ્યું છે. નેશનલ ગેલરી ઓન મોર્ડન આર્ટના નિર્દેશક ઋતુ શર્માએ જણાવ્યું કે, ગિફ્ટની બેઝ પ્રાઈઝ પીએમઓથી નક્કી થઈને આવી છે. પહેલીવાર પીએમને મળેલી ગિફ્ટની હરાજી કરવામાં આવશે અને તેનો ઉપયોગ કલ્યાણ ફંડ માટે કરાશે.