કોરોના સંક્રમણને રોકવા માટે દેશની મુખ્ય ત્રણ સેવાઓ આગળ આવી છે. જેમાં રેલવે, નૌકા દળ અને, વાયુ સેનાનો સમાવેશ થાય છે. ઓક્સિજન, દવાઓ અને મેડિકલનો જરૂરી સામાનના ઝડપી પરિવહન માટે વાયુ સેના ખુબ મદદ કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના વાયુસેનાના વડા આર.કે.એસ. ભદૌરિયા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વાયુસેનાના વડાએ PM મોદીને કોરોના સંકટને રોકવા માટે એરફોર્સ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા શેર કરેલી માહિતી મુજબ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ PM મોદીને માહિતી આપી હતી કે કોરોના સંકટને રોકવાના અભિયાનમાં વાયુસેના 24 કલાક અટક્યા વિના મદદે આવ્યું છે.

વડા પ્રધાન મોદીએ ઓક્સિજન ટેન્કરો અને અન્ય આવશ્યક સામગ્રીના પરિવહનમાં વાયુસેનાની કામગીરીની ગતિ વધારવા પર ભાર મૂક્યો હતો. વાયુસેનાની કામગીરી સુરક્ષિત, વ્યાપક અને સગવડથી ચલાવવામાં આવવી જોઈએ. એરફોર્સ ચીફને કોરોના કટોકટીમાં ચાલતા ઓપરેશનમાં રાત-દિવસ કાર્યરત એરફોર્સના જવાનો સલામત છે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. અને આ સાથે આ કામગીરીની સલામતીની સુનિશ્ચિત કરવાની પણ વાત કરી હતી.

Air Chief Marshal આર.કે.એસ. ભદૌરીયાએ PMને જણાવ્યું હતું કે, ‘આ કામગીરી હાથ ધરવા માટે વાયુસેના તેના મોટા અને મધ્યમ કદના વિમાન તૈનાત કરી રહી છે.’ વાયુસેના દ્વારા સ્થાપિત સમર્પિત કોવિડ એર સપોર્ટ સેલના સંચાલન વિશે માહિત આપી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.