ગુજરાતમાં આજે ૯૩ બેઠક માટે બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 93 બેઠક માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. પીએમ મોદી આજ રોજ અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદી ચાલતા ચાલતા મતદાન મથક સુધી પહોંચ્યા હતા.
અરવલ્લી અને વડોદરામાં EVM ખોટવાયા
અમદાવાદના નારણપુરા તથા વડોદરાની પાદરા સીટ પર EVM ખોટકાયા છે. જ્યારે મોડાસાના સીકામાં પણ EVM ખોટવાયું છે. અમદાવાદના ખોખરામાં EVM ખોટવાયું, છેલ્લી 40 મિનિટથી મતદાન જ શરૂ થયું નથી એટલે કે મતદાન શરૂ થયા બાદ મતદાન થઇ શકયું નથી
ઇડરમાં ભાજપના ઉમેદવારે કર્યું મતદાન
ઈડર વડાલી ૨૮ વિધાનસભા સીટનાં ઉમેદવાર રમણ વોરા મતદાન કરવા પહોંચ્યા હતા ત્યાં સામાન્ય નાગરિકની જેમ કે.એમ.પટેલ વિદ્યામંદિર ખાતે પહોંચી લાઈન માં ઉભા રહી મતદાન કર્યું હતું. લોકશાહી નાં પર્વ નિમિતે લોકોને જંગી મતદાન કરવા અપીલ કરી હતી.
ગોધરામાં આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ભાજપા ઉમેદવાર સી કે રાઉલજીએ પણ સહ પરિવાર સાથે મતદાન કર્યું હતું.