એઈમ્સના ડે. ડાયરેકટર એન.આઈ. બી સ્નોઈ તેમજ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ડર સેક્રેટરી પી.વી. દાસે ૨૦૦ એકર જમીનનો કબજો સંભાળ્યા બાદ હવે આરોગ્ય વિભાગે ભૂમિપૂજન માટેની તૈયારી આદરી
ખંઢેરીની ૨૦૦ એકર જમીનનો ગઈકાલે એઈમ્સના ડે.ડાયરેકટર એન.આઈ. બીસ્નોઈ તેમજ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ડર સેક્રેટરી પી.વી. દાસે કબ્જો સંભાળી લીધો હોય આરોગ્ય વિભાગ દ્વારા એઈમ્સના ભૂમિપૂજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે આવતા મહિને વડાપ્રધાન રાજકોટ આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આશિર્વાદરૂપ એઈમ્સના નિર્માણ માટેની કાર્યવાહી હાલ આગળ ધપી રહી છે. એઈમ્સના નિર્માણ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાવાની છે. હાલ અહીંના દર્દીઓને મોટી સર્જરી માટે બહાર જવું પડી રહ્યું છે જે એઈમ્સના નિર્માણ બાદ ઘર આંગણે નજીવા ખર્ચે થઈ શકશે. સરકાર દ્વારા ગુજરાતમાં એકમાત્ર રાજકોટને એઈમ્સ ફાળવવામાં આવતા ઠેર-ઠેર આનંદની લાગણી છવાઈ હતી. એઈમ્સના નિર્માણી માત્ર રાજકોટ ને જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ઘણો ફાયદો વાનો છે. ત્યારે હાલ આ એઈમ્સના નિર્માણની કામગીરી આગળ ધપી રહી છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ડર સેક્રેટરી પી.વી.મોહનદાસ, એઈમ્સના ડે.ડાયરેકટર એન.આઈ.બિસ્નોઈ તેમજ આર્કિટેકટ દ્વારા આજે રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી. સૌપ્રમ તેઓએ સર્કિટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કરી આરામ ફરમાવ્યો હતો બાદમાં તેઓએ ખંઢેરી ખાતે જ્યાં એઈમ્સ સંકુલનું નિર્માણ વાનું છે તે જગ્યાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ સ્ળ સમીક્ષા હાથ ધરી હતી. આ તકે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, અધિક કલેકટર પરિમલ પંડયા, ગ્રામ્ય પ્રાંત અધિકારી ઓમપ્રકાશ, શહેર-૧ પ્રાંત અધિકારી ચૌહાણ, શહેર-૨ પ્રાંત અધિકારી જે.કે.જેગોડા, પડધરી મામલતદાર તેમજ પીડીયુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધ્રુવ ઉપરાંત આર એન્ડ બી અને જેટકોનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
એઈમ્સ સંકુલનું નિર્માણ ખંઢેરીની સર્વે નં.૬૪ જૂના નંબર-૧૬ની ૨૦૦ એકર જમીનમાં વાનું છે. આ માટે જમીન લેવલીંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. ઉપરાંત અહીંથી પસાર થતી વીજ લાઈનનું પણ શીફટીંગ કરી દેવામાં આવ્યું હતું. જમીનની પેપર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને એઈમ્સનું ભૂમિપૂજન કરવા રાજકોટ આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. જો કે અગાઉ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પણ આ મામલે નિવેદન આપતા કહ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે એઈમ્સનું ભૂમિપૂજન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અને આ પ્રયાસો સફળ થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.