વડાપ્રધાન ખાનનો એકરાર: પાકિસ્તાનની સ્થિતિ તળિયાઝાટક બની
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન વાણી વિલાસ કરતા ક્યારેય સંકોચ અનુભવતા જ નથી. તેઓ એક તરફ એવું કહે છે કે, વર્ષ 1980માં પાકિસ્તાન ભારત કરતા વધુ સમૃદ્ધ હતું ત્યારે બીજી બાજુ ઇમરાન ખાન તેવું પણ સ્વીકારે છે કે, પાકિસ્તાનની પરિસ્થિતિ તળિયાઝાટક થઇ ગઇ છે. એક તરફ ઇમરાન ખાનની સરકાર પડવા તરફ જઈ રહી છે. પાકિસ્તાનમાં આઈએસઆઈ અને આર્મીનો કબજો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ઈમરાન ખાન વડાપ્રધાન નહીં પરંતુ એક કઠપૂતળી બનીને રહી ગયા હોય તેવું લાગી લઈ રહ્યું છે. રિવર્સ સ્વિંગમાં માસ્ટર ઇમરાન ખાન પાકિસ્તાનની રાજકીય પિચ પર જાણે ફેલ થઈ ગયા હોય તેવું પણ હાલના તબક્કે લાગી રહ્યું છે. પાકિસ્તાનની તાસીર રહી છે કે, અગાઉ જે વ્યક્તિ વડાપ્રધાન હોય તેને સારા બોલ આપીને સ્કોર કરવા દેવામાં આવે છે પછી જ્યારે બોલ જુનો થાય ત્યારે તેને રિવર્સમાં પલટાવીને સરકારને પાડી દેવામાં આવે છે. હાલ પાકિસ્તાનમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.પાકિસ્તાની સેનેટમાં કુલ 342 સભ્યો છે. બહુમતી સાબિત કરવા માટે 172 સેનેટસભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. જ્યારે હાલ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પાસે કુલ 164 સભ્યોનું સમર્થન છે. બાકીના સેનેટ સભ્યો વેચાઈ ગયા હોય તેવો ઇમરાન ખાને આક્ષેપ કર્યો છે. જેના કારણે ઇમરાન ખાનની સરકાર પડવા તરફ જઈ રહી છે. ફરી એકવાર પાકિસ્તાનની સત્તાની કમાન આર્મીના હાથમાં જાય તેવું પણ હાલના તબક્કે લાગી રહ્યું છે.
દેવામાં ડૂબેલું પાકિસ્તાન વિશ્વભરમાં મદદ માટે હાથ ફેલાવી રહ્યું છે ત્યારે ત્યાંના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વાણી વિલાસ કરતા થાકતા નથી. તેઓએ ગુરુવારે દેશને સંબોધન કરતા કહ્યું હતું કે પહેલા જ્યારે હું ભારતથી પાકિસ્તાન પરત ફરતો હતો ત્યારે મને લાગતું હતું કે કોઈ ગરીબ દેશમાંથી અમીર દેશમાં આવી ગયો છું, પરંતુ હવે મને શરમ આવે છે. આપણો દેશ ધીમે ધીમે ગરીબ થઈ રહ્યો છે.1990 માં ભારતની જીડીપી 34.37 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે પાકિસ્તાનની જીડીપી ભારત કરતા 629% ઓછી હતી એટલે કે 4 71 લાખ કરોડ રૂપિયા હતી. હવે 22 વર્ષ પછી પાકિસ્તાન કરતા ભારતની અર્થવ્યવસ્થા 10 ગણી મોટી છે.
ઈમરાન ખાને આવતીકાલે વિશ્વાસમત મેળવવાનો છે
ઈમરાન ખાને કહ્યું હતું કે, હું પૈસા કમાવવા માટે રાજકારણમાં નથી આવ્યો. મારી પાસે પહેલાજ એટલા પૈસા હતા કે હું મારું સમગ્ર જીવન આરામથી વિતાવી શકત. હું ભ્રષ્ટાચારી લોકો સાથે સમજૂતી નહીં કરું. ઈમરાને આ વાતે વિશ્વાસમતના પહેલા કહી છે.
ઈમરાન સરકારના નાણામંત્રી અબ્દુલ હફીઝ સેખ બુધવારે સેનેટમાં હારી ગયા હતા. તેઓને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ હરાવ્યા હતા. ત્યારે પછી ઈમરાન પર રાજીનામુ આપવાનું દબાણ વધી ગયું છે. આથી તેણે વિશ્વાસમત સાબિત કરવો પડશે.